તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:રાજકોટ સિવિલમાં ફરી કોપ્યુલર ઇમ્પ્લાન્ટ શરૂ, જન્મથી જ બહેરા-મૂંગા બાળકોના ખાનગી હોસ્પિ.માં લાખોના ખર્ચે થતા ઓપરેશન ફ્રીમાં થાય છે

રાજકોટ2 મહિનો પહેલા
કોરોનાને લઇને એક વર્ષ પહેલા આ ઓપરેશન બંધ કરવામાં આવ્યા હતા.
  • ખાનગી હોસ્પિટલમાં ગયો હોત તો 10થી 12 લાખનો ખર્ચ થાત, જે હું કરી શકું તેમ નહોતો-બાળકના પિતા

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હજારો લોકો રોજ સારવાર માટે આવે છે. આ સિવિલ હોસ્પિટલમાં લોકડાઉન બાદ બંધ થયેલા કોપ્યુલર ઇમ્પ્લાન્ટ ઓપરેશન ફરી એક વખત શરૂ કરવામા આવ્યા છે. ગઇકાલે ગાંધીનગરથી નિષ્ણાંત તબીબોની ટીમ રાજકોટ આવી બાળકના ઓપરેશનને સફળ બનાવ્યું હતું. જેથી બાળકના માતા-પિતા અને પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતું આ ઓપરેશન સિવિલમાં ફ્રીમાં થાય છે.

દેશમાં 1000 જેટલા બાળકોના ઓપરેશન થયા
રાજ્ય સરકારના હકારાત્મક વલણના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોપ્યુલર ઇમ્પ્લાન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. જન્મથી બહેરા-મૂંગા બાળકોની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2019થી શરૂઆત કરવામાં આવી હતી. જે કોરોનાના સમયમાં બંધ કરવામાં આવી હતી. જોકે ફરી રાજ્ય સરકારના સહયોગથી આ સુવિધા રાજકોટમાં જ શરૂ કરવામાં આવી છે. રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગમાં ગઇકાલે કોપ્યુલર ઇમ્પ્લાન્ટની પ્રથમ સર્જરી કરવામાં આવી હતી. આ માટે ગાંધીનગરથી ખાસ તબીબોની ટીમ રાજકોટ આવી હતી. આ તબીબોની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ભારત ભરના 1000 જેટલા બાળકો કે જે જન્મથી જ બહેરા-મૂંગા હોય છે તેમના કોપ્યુલર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યા છે.

ઓપરેશન માટે ગાંધીનગરથી તબીબોની ટીમ આવે છે.
ઓપરેશન માટે ગાંધીનગરથી તબીબોની ટીમ આવે છે.

માત્ર એક કલાકમાં ઓપરેશન કરવામાં આવે છે
ગાંધીનગરથી ખાસ રાજકોટ ઓપરેશન માટે આવેલા તબીબ નીરજ સુરીએ જણાવ્યું હતું કે, ફરી એક વખત રાજકોટમાં ઓપરેશનની શરૂઆત થતા પ્રથમ દિવસે જ 6 બાળકોના ઓપરેશન કરાયા છે. અત્યાર સુધી કુલ 50 જેટલા બાળકોના ઓપરેશન માટે માત્ર નામ નોંધી દેવામાં આવ્યા છે કે જેમના ઓપરેશન સમય મુજબ કરવામાં આવનાર છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી માત્ર એક કલાકના જ સમય દરમિયાન ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે. ગત સપ્તાહ દરમિયાન ગાંધીનગર ખાતે આફ્રિકન બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં 500 જેટલા બાળકો જન્મથી બહેરા-મૂંગા
ગાંધીનગરથી આવેલી ખાસ તબીબોની ટીમ દ્વારા રાજકોટના તબીબોને ઓપરેશન માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી તબીબો દ્વારા આવતા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના જન્મથી બહેરા-મૂંગા બાળકોની સારી સારવાર કરી શકે. એક સર્વે મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 500 જેટલા બાળકો છે કે જે જન્મથી બહેરા-મૂંગા છે. જેની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જ કરી આપવામા આવશે જે તદ્દન નિઃશુલ્ક રહેશે.

ગઇકાલે ઉનાના 5 વર્ષના બાળકનું ઓપરેશન થયુ હતું.
ગઇકાલે ઉનાના 5 વર્ષના બાળકનું ઓપરેશન થયુ હતું.

ગઇકાલે ઉનાના 5 વર્ષના બાળકનું ઓપરેશ થયું
ઉનાથી રાજકોટ સારવાર માટે આવેલા બાળકના પિતા કાનજીભાઇએ જણાવ્યું હતું કે, આજે મારુ બાળક 5 વર્ષનું છે જે જન્મથી બોલી કે સાંભળી શકતું નહોતું. જેની અમને ખબર ન હતી. પરંતુ ખબર પડતાં સાથે અમે તબીબોના અભિપ્રાય મેળવ્યા હતા અને ઓપરેશન અંગે જાણકારી મળી હતી. સરકારની મદદના કારણે નિઃશુલ્ક સારવાર મળતાં બાળકનું સફળ ઓપરેશન થયું છે. જો ખાનગી હોસ્પિટલમાં ગયો હોત તો 10થી 12 લાખનો ખર્ચ થાત જે હું કરી શકું તેમ નહોતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો