તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમિશનરે TP શાખાને રસ્તો બતાડ્યો:મનપાના પ્લોટમાં નવા દબાણ થશે તો સર્વેયરની જવાબદારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકામાં ટી. પી. શાખાએ છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ સ્થળોએ ડિમોલિશન કર્યું હતું. મનપાના અલગ અલગ હેતુના પ્લોટમાં દબાણકારોએ મકાનો અને શેડ ખડકી દીધા ત્યાં સુધી ટી. પી. શાખાને ખબર ન રહી, આખરે દબાણ સામે આવતા મનપાના જ ખર્ચે ડિમોલિશન કરવું પડ્યું. સતત ડિમોલિશનની નોંધ કમિશનરે તુરંત લીધી અને ડિમોલિશનની કાર્યવાહીને બદલે આ સ્થિતિ જ આવે તે ખોટું ગણીને કર્મચારીઓને ચીમકી આપી છે.

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે તાજેતરમાં મનપાના ઘણા પ્લોટ પર નવા નવા દબાણ થયા છે અને ડિમોલિશન થયા છે. દબાણો થવા જ ન જોઈએ તે પહેલી પ્રાથમિકતા છે અને તે માટે નક્કી કરાયું છે કે હવે મનપાના કોઇપણ પ્લોટમાં નવું દબાણ થશે તો તે બદલ જે તે સર્વેયરની જ જવાબદારી બનશે. જો કે તેની સામે કાર્યવાહી શું કરાશે તે સ્પષ્ટ કરાયું નથી પણ કમિશનરની આ ચીમકીથી ટી. પી. શાખા દોડતી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...