માલિકીનો પ્રશ્ન:સ્ટાફ નથી છતાં બિનવારસુ ચેકડેમ મરામત કરવા ઠરાવ, અન્ય ડેમની કામગીરી કેમ થશે તે મુદ્દે DDO મૌન

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા એવા ચેકડેમોના મરામતની કામગીરી સંભાળવાની વાત કરી હતી, કે જેની માલિકી કોઈની ન હોય કે માલિકો સ્પષ્ટ થતી ન હોય. જે અંગેનો ઠરાવ પસાર કરાયો હતો અને સરકારમાં પણ મોકલાયો છે. સામે પ્રશ્ન એ છે કે, જો આ પ્રકારના ડેમોની વિગત સામે આવે અને તેની મરામત કરવામાં આવે તો શું જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ પાસે પૂરતો સ્ટાફ છે કે કેમ ? પંચાયત હસ્તકના જિલ્લાના 840 ચેકડેમોના કામ પણ અપૂરતા સ્ટાફના કારણે થઇ શકતા નથી, ત્યારે અન્ય કામોમાં સ્ટાફ કેવી રીતે પહોંચી વળશે તે પણ એક પ્રશ્ન સામે આવ્યો છે. આ મુદ્દે જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગ અપૂરતા સ્ટાફથી કાર્ય કરી રહ્યું છે. ત્યારે સરકારને પણ વધુ 5 કર્મીઓ ફાળવવા માંગ કરી છે.

બીજી તરફ જો સ્ટાફની જે માંગણી કરવામાં આવી છે તેને પૂર્ણ કરવામાં આવે તો શું બાકી રહેલા કામ પૂરા થઇ શકશે, જે અંગેનું ગણિત હજુ સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરાયું નથી. માત્ર એટલું જ નહીં હાલ 18 ટકા જ સ્ટાફ કાર્યરત છે.

સામે સિંચાઈ વિભાગ પાસે પણ આ આંકડો નથી કે એવા કેટલા નાના ચેકડેમ છે જેની માલિકી નક્કી ન થતી હોય જે અંગે અધિકારીઓએ પણ મૌન સેવ્યું હતું. સામાન્ય સભામાં આ મુદાની ચર્ચા દરમિયાન પણ જિલ્લા વિકાસ અધિકારીએ સ્વીકાર્યું હતું કે, સિંચાઈ વિભામાં ખરા અર્થમાં અપૂરતો સ્ટાફ છે. પ્રમુખના જણાવ્યા મુજબ આશરે 250 અરજીઓ આવેલી છે, જેમાં ચેકડેમ મરામત માટેની રજૂઆત કરવામાં આવેલી હોય.

અન્ય સમાચારો પણ છે...