રાજકારણ:રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હિતેશ વોરાએ રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખને રાજીનામા પત્રમાં કહ્યું- પક્ષ માટે પુરતો સમય આપી શકતો નથી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજીનામું આપનાર હિતેશ વોરાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજીનામું આપનાર હિતેશ વોરાની ફાઇલ તસવીર.
  • તબિયત સારી ન રહેવાથી પાર્ટીને પૂરતો સમય આપી શકતા ન હોવાનું કારણ દર્શાવ્યું

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હિતેશ મનગભાઇ વોરાએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. હિતેશ વોરાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, પક્ષ માટે પુરતો સમય આપી શકતો નથી એટલે રાજીનામું આપુ છું

તબિયત સારી ન રહેવાનું કારણ દર્શાવ્યું
અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં હિતેશ વોરાએ જણાવ્યું છે કે, મારી તબિયત સારી ન રહેવાથી હું પક્ષ માટે પુરતો સમય આપી શકતો નથી. આથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી હું રાજીનામું આપું છું. આપને મારી વિનંતી છે કે, મારૂ રાજીનામું સ્વીકારશો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને રાજીનામું મોકલ્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને રાજીનામું મોકલ્યું.

અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું હતું
10 મહિના પહેલા જસદણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણી અને જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિલીપ રામાણીએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું. એક જ દિવસે બે-બે રાજીનામા પડતા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસમાં એકસાથે બે બે રાજીનામા પડતા જસદણના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...