રાજકોટ:સિવિલમાં ડોક્ટરની બદલી ભાવનગર થતા રેસિડન્સ ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિડન્સ ડોક્ટરોએ બ્લેક પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો - Divya Bhaskar
રેસિડન્સ ડોક્ટરોએ બ્લેક પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
  • ઈન્ચાર્જ વડા સહિત મેડિસિન વિભાગના તમામ 10 પ્રોફેસરે રાજીનામા ધરી દીધા છે

કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી જેના પર છે તે મેડિસિન વિભાગના વડા ડો.એસ.કે.ગઢવીની અચાનક ભાવનગર બદલી કરાતા ઈન્ચાર્જ વડા સહિત મેડિસિન વિભાગના તમામ 10 પ્રોફેસરે રાજીનામા ધરી દીધા છે. બદલી પાછળના કારણથી ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે. આજે ડો.ગઢવીની બદલીથી અન્ય તબીબોએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વિરોધ યથાવત છે. આજે રેસિડન્સ ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો.  

મેડિસિન વિભાગના 10 તબીબે ડીનને અને કલેક્ટરને રજૂઆત કરી હતી

સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની મુખ્ય જવાબદારી મેડિસિન વિભાગની હોય છે. આ વિભાગના વડા ડો.એસ.કે.ગઢવીની એક જ ઓર્ડર સાથે ભાવનગર બદલી કરાઈ છે. શા માટે બદલી કરાઈ છે તે વિશે કશી વિગત આપી નથી. સતત તબીબોને રાજકોટની બહાર મોકલવામાં આવતા આખરે કંટાળીને મેડિસિન વિભાગના 10 તબીબે ડીનને અને કલેક્ટરને રજૂઆત કરી હતી, પણ બદલીના કારણ અંગે  જવાબ ન આવતા આખરે ગઇકાલે 28 મેના રોજ સાંજે 6 વાગ્યે તમામે એક જ સાથે રાજીનામા ધરી દીધા હતા. જો કે તેમણે પોતાની ફરજ ચાલુ રાખી છે. 

રાજીનામા આપનાર તબીબો

- ડો.એ.પી. ત્રિવેદી - ડો.પી.જે. દૂધરેજિયા - ડો.એમ. એન. અનડકટ - ડો.આર. એમ. ગંભીર - ડો. એમ.ડી. પંચાલ - ડો. ડી.એ. બુધરાણી - ડો. એમ. એસ. ભપલ - ડો. એચ. એન. મકવાણા - ડો. એમ. એમ. રાઠોડ - ડો .પી. એસ. પાટિલ

અન્ય સમાચારો પણ છે...