• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Reshma Patel, Who Has Been In Agitation For 4 Days In Rajkot, Is In Poor Health, Her Oxygen Level Is Low, She Refuses The Advice Of Covid Test.

આમરણાંત ઉપવાસ:રાજકોટમાં 4 દિવસથી આંદોલનમાં બેઠેલી રેશ્મા પટેલની તબિયત લથડી છતાં થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો, કહ્યું - મને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે

રાજકોટ5 મહિનો પહેલા
કાળા વસ્ત્રો ધારણ કરી રેશ્મા પટેલ ઉપવાસ પર બેઠા.
  • માંગણી પુરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
  • જો હું કોવિડ ટેસ્ટ કરાવીશ તો સરકાર અને તંત્ર મને હોસ્પિટલમાં પુરી રાખશે- રેશ્મા પટેલ

રાજકોટમાં NCPના કાર્યાલય છેલ્લા 4 દિવસથી આંદોલનમાં બેઠેલી રેશ્મા પટેલની આજે તબિયત લથડતા ઓક્સિજન લેવલ પણ ઘટ્યું હતું. છતાં પણ રેશ્મા પટેલ અને કાર્યકરોએ થાળી-વેલણ વગાડી રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો. જ્યાં રેશ્મા પટેલે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે,મને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને દરરોજ આમ જ રસ્તા પર બેસી વિરોધ કરશું. જે અમને રોકશે એ અમારા ઝપટે ચડી જશે.સરકારની તાનાશાહી ચાલે છે. જ્યાં સુધી કોરોનાના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખવામાં આવશે. ગામડાઓમાં પણ જઇશું. કોરોનામુક્ત ગામડા બનાવવા માટે સરકાર આગળ નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે.

કોવિડના દર્દીઓની હાલાકી બંધ થાય-રેશ્મા પટેલ
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, આજે મારા ઉપવાસનો ચોથો દિવસ છે. ખાસ કરીને કોરોના દર્દીઓની હાલાકી બંધ થાય. જેમાં શહેર લેવલની હોય કે પછી ગામડા લેવલની. આથી ગામડે ગામડે કોવિડ સેન્ટર ઉભું કરી દ્યો અમને જવાબદાર અધિકારીઓના નંબર જાહેર કરી દેવામાં આવે જેનાથી આપણું ગુજરાત કોરોનામુક્ત થઇ શકે. આ પત્ર મેં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો હતો પરંતુ હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી. જવાબ ન મળતા મેં આમરણાંત ઉપવાસ શરૂ રાખીશ.

. જે અમને રોકશે એ અમારા ઝપટે ચડી જશે- રેશ્મા પટેલ
. જે અમને રોકશે એ અમારા ઝપટે ચડી જશે- રેશ્મા પટેલ

હવે તો વેક્સિનના કાળા બજાર થાય છે
કાળા વસ્ત્રો ધારણ કરવાનું કારણ અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીની ભાજપ સરકાર માત્રને માત્ર વાતો અને તાયફાઓ કરે છે. ધમણની વાતો કરી તો ક્યાં ગયા ધમણ. એક કરોડ દવા સંગ્રહી રાખી છે તે ક્યાં ગઇ. ઓક્સિજનને લીધે કોઇ મર્યુ નથી તેવું કહે છે. કાળા બજારીયાઓ બેફામ ફરી રહ્યાં છે છતાં સરકાર કંઇ કરી શકતી નથી. હવે તો વેક્સિનની પણ કાળાબજારી શરૂ થઇ ગઇ છે. તેની પાછળ એકમાત્ર સરકાર જવાબદાર છે. દરેક નેતાઓએ બહાર આવવાની જરૂર છે.

કાર્યકરોએ થાળી-વેલણ વગાડી રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો
કાર્યકરોએ થાળી-વેલણ વગાડી રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો
અન્ય સમાચારો પણ છે...