• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rescue Police Cripple Be Converted Into A Fine In Order To Prevent The Spread Of The Election Of People's Security And Corona Fell Open

ચૂંટણી પૂરી, દંડ શરૂ:લોકોની સુરક્ષા અને કોરોના ફેલાતો અટકાવવા દંડ કરાતો હોવાનો પોલીસનો લૂલો બચાવ ચૂંટણી વખતે જ ખુલ્લો પડી ગયો હતો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી બાદ પ્રથમ દિવસે જ 2500થી વધુ ઈ-મેમો જનરેટ થયા. - Divya Bhaskar
ચૂંટણી બાદ પ્રથમ દિવસે જ 2500થી વધુ ઈ-મેમો જનરેટ થયા.
  • રાજકોટમાં પહેલા દિવસે જ 2500થી વધુ લોકો દંડાયા

રાજકોટ પોલીસની બેવડી અને રાજકીય પક્ષ પ્રેરિત નીતિ જાહેર થઇ છે, કોરોના ફેલાતો અટકાવવા માસ્ક નહીં પહેરનાર સામે દંડની કાર્યવાહી અને ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, લોકોની સુરક્ષાને આગળ ધરીને એક વર્ષમાં 15 કરોડથી વધુનો દંડ વસૂલનાર પોલીસે ચૂંટણી જાહેર થતાં જ દંડની કામગીરી બંધ કરી દીધી હતી ત્યારે કોઇપણ પ્રકારની સુરક્ષાની ચિંતા નહોતી, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તા.3થી ફરીથી દંડનો કોરડો વિંઝવા લાગ્યા છે.

લૂંટની ઘટનામાં લૂંટારુની ઓળખ મળી જાય, હત્યા જેવી ઘટનામાં હત્યારા સામે સજ્જડ પુરાવા મળે તેવા ઇરાદા સાથે શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટ પોલીસે રાજકોટવાસીઓને લૂંટવા માટે જ આ કેમેરાનો ઉપયોગ કર્યો હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ટ્રાફિક સિગ્નલે ટ્રાફિક પોલીસ જ વાહનચાલકોને ગેરમાર્ગે દોરી વાહન આગળ હંકારવાનું કહે અને બીજીબાજુ સીસીટીવી કન્ટ્રોલરૂમમાં એ વાહનચાલક સામે ઇ-મેમો જનરેટ થઇ જાય, પોલીસની આ ઉઘાડી લૂંટે રાજકોટવાસીઓની આર્થિક કમ્મર તોડી નાખી હતી અને પોલીસે 15 કરોડથી વધુનો દંડ વસૂલી લીધો હતો.

તત્કાલીન સમયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, પોલીસનો ઇરાદો દંડ વસૂલવાનો નથી પરંતુ લોકોની સલામતીનો છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ ત્યારે ઇ-મેમોનો રોષ ચોક્કસ રાજકીય પક્ષને નડશે તેવું લાગતાં જ તા.26 જાન્યુઆરીથી એક જ ઝાટકે દંડની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, અને ચૂંટણી પૂરી થઇ અને પરિણામ જાહેર થઇ ગયા તે સાથે જ પોલીસે દંડરૂપી લૂંટ શરૂ કરી દીધી છે.

લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, રાજકિીય પક્ષના કાર્યકરોને ચૂંટણી પ્રચારમાં કોઇપણ નિયમ લાગું પડે નહીં તે માટે દંડ વસૂલવાનું બંધ કરી દેવાયું હતું અને ચૂંટણી પૂરી થતાં જ લોકો પર પોલીસ ભૂરાટી બનીને તૂટી પડી છે. તા.3ને બુધવારે પહેલા જ દિવસે પોલીસે 2500થી વધુ ઇ-મેમો જનરેટ કરી તમામ મેમો લોકોના ઘરે પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આ ઇ-મેમોની સંખ્યા આગામી દિવસોમાં 4000 સુધી થશે તેવું પોલીસસૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...