નેગેટિવકાંડ:આરોગ્ય વિભાગને રિપોર્ટ કરતા રાજકોટ કલેકટર, લેબ સંચાલકોની ભૂમિકા સહિતની નોંધ કરવામાં આવી

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમ્પલ લીધા વગર જ કોરોના નેગેટિવ રિપોર્ટ આપવાના ચાલતા કૌભાંડનો દિવ્ય ભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કરીને પર્દાફાશ કર્યાના પ્રકરણમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતાં બે દલાલોને પોલીસે ઝડપી લીધા હતા, તો આ મામલામાં કલેક્ટરે પણ જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસના આદેશ કર્યા હતા અને તે તપાસનો રિપોર્ટ કલેક્ટરે રાજ્યના આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો, સમગ્ર મામલામાં લેબોરેટરીના સંચાલકોની ભૂમિકા અને તેની લાપરવાહી સહિતની બાબતોનો રિપોર્ટ આરોગ્ય અધિકારીને સોંપવામાંઆવ્યો હતો.

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો પરાગ જોષી અને તેનો સાથીદાર ધર્મેશ હેરમાં રૂ.1500માં સેમ્પલ લીધા વગર જ કોરોના નેગેટિવ રિપોર્ટ આપતો હોવાનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કરતાં મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.ચુનારાએ બંને સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજીબાજુ આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ કલેક્ટર રૈમ્યા મોહન પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ શાહને અહેવાલ તૈયાર કરવા આદેશ કર્યો હતો. આરોગ્ય અધિકારીએ લેબોરેટરીની આ કૌભાંડમાં શું ભૂમિકા હતી?, કોરોનાના કપરા સમયમાં ભટ્ટ લેબોરેટરીના સંચાલકોએ આઇસીએમઆરની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું કે કેમ સહિતના મુદ્દે તપાસ કરી ધગધગતો રિપોર્ટ તૈયાર કર્યો હતો, કલેક્ટર રૈમ્યા મોહને એ રિપોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો.