તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે નવા 7 કેસ નોંધાયા, 3785 લોકોએ રસી લીધી, કાલે તમામ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • શહેરમાં આજે બપોર સુધીમાં કુલ 3785 લોકોએ રસી લીધી

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની રફ્તાર ઘટી રહી છે. આજે નવા 7 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42748 પર પહોંચી છે. તેમજ શહેરમાં રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 2515 અને 45 વર્ષથી મોટી ઉંમરના 3479 સહિત કુલ 5994 નાગરિકોએ રસી લીધી. આવતીકાલે બુધવારે મમતા દિવસ નિમિત્તે શહેરના તમામ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

કાલે રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી બંધ
આવતીકાલે 7 જુલાઈના રોજ ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં ચાલી રહેલી કોવિડ વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. હાલ શહેરમાં ચાલુ રહેલા કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાએ વિનંતી કરી છે.

મોરબી રોડ અને કબીરવન આરોગ્ય કેન્દ્રની મનપા કમિશનરે મુલાકાત લીધી
રાજકોટ શહેરને ઝડપી કોરોનામુક્ત કરી શકાય અને રાજકોટમાં 100% વેક્સિનેશન ઝડપી બનાવી શકાય તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. મનપાના આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મ્યુનિ. કમિશનર અમિત અરોરા પણ વેક્સિનેશનની કામગીરી ઝડપભેર આગળ ધપે તે માટે સતત કાર્યશીલ છે. આજે મ્યુનિ. કમિશનરે મોરબી રોડ આરોગ્ય કેન્દ્રની સામેના કોમ્યુનિટી હોલ અને કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી રૂબરૂ નિહાળી હતી. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 727146 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ કુલ 206520 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રજિસ્ટ્રેશનના કાઉન્ટર વધારવા સૂચના
નાગરિકોને તુરંત કોરોના રસી મળી જાય તે માટે કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનામાં કામગીરી કરતા મહાનગરપાલિકાના સ્ટાફ/રિસોર્સ વધારવા અને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનના હાલ બે કાઉન્ટર છે જે વધારીને ચાર કરવા મ્યુનિ. કમિશનરે અધિકારીને સૂચના આપી હતી. તેમજ મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર સામેના કોમ્યુનિટી હોલ ખાતે ચાલી રહેલી વેક્સિનેશન કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...