ભાસ્કર બ્રેકિંગ:હડતાળ દરમિયાન પગાર ભથ્થામાં ગેરરીતિનો રિપોર્ટ, ત્રણ માસના ચૂકવણાની તપાસનો હુકમ

રાજકોટ22 દિવસ પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
વિકાસ કમિશનરનો પરિપત્ર. - Divya Bhaskar
વિકાસ કમિશનરનો પરિપત્ર.
  • પંચાયત વિભાગે ‘સ્પેશિયલ ડ્રાઈવ’નો પરિપત્ર કરી પગાર ભથ્થાની ચકાસણી માટે 7 સૂચના આપી
  • કર્મચારી સિવાય બીજી કોઇ વ્યક્તિને ચૂકવણું થયું છે કે કેમ? તે અંગે તપાસ કરવા સૂચના!

રાજ્યની જિલ્લા પંચાયતોમાં પગાર અને ભથ્થાની ચૂકવણીમાં ગોટાળા થયા હોવાનો ગુપ્ત રિપોર્ટ સરકારને મળતા રાતોરાત પગાર ભથ્થાની ચૂકવણીની સ્પેશિયલ ડ્રાઈવ માટે પરિપત્ર બનાવાયો છે જે શુક્રવારે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 3 મહિના દરમિયાન અનેક કર્મચારી મંડળો હડતાળ અને આંદોલન પર ઉતર્યા છે જે પૈકી પંચાયત વિભાગમાં અલગ અલગ સંવર્ગના કર્મચારીઓ પણ સામેલ છે અને તેમની હડતાળ લાંબી ચાલી હતી.

પગાર બિલોની ચકાસણી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ
​​​​​​​
આ દરમિયાન પગાર અને ભથ્થાની ચૂકવણીમાં ગેરરીતિ, વધુ ચૂકવણી અને કર્મચારી સિવાયની અન્ય કોઇ વ્યક્તિને ચૂકવણા કરાયા હોવાનો ગુપ્ત રિપોર્ટ સરકારને મળ્યો છે. આ ગંભીર બાબત હોવાથી ખરાઈ કરવા માટે વિકાસ કમિશનર કચેરીએ મોડી રાત્રે એક પરિપત્ર તૈયાર કરી પગાર બિલોની ચકાસણી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાનો તમામ જિલ્લા પંચાયતોને આદેશ આપ્યો છે જે પરિપત્ર 9 તારીખે રિલીઝ કરાશે પણ ભાસ્કરે તે મોડી રાત્રે જ મેળવી લીધો હતો. આ પરિપત્રમાં સ્પેશિયલ ડ્રાઈવ માટે 7 મુદ્દા આપ્યા છે .

સ્પેશિયલ ડ્રાઈવમાં આ મુદ્દાઓ પર કરવાની તપાસ

  • પગારબિલની તમામ ગણતરી (સરવાળા-બાદબાકી)ની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે.
  • પગાર તેમજ મળવાપાત્ર ભથ્થાઓ સરકારના નિયમોનુસાર હોવાની ખાતરી કરવી.
  • કર્મચારીના પગારમાંથી થતી કપાતો નિયમોનુસાર અને જે તે સદરે જમા થયાની ખાતરી કરવી.
  • પગાર ચૂકવણીના વાઉચર તેની સાથેના ચૂકવણીના શિડ્યૂલ અધિકૃત અધિકારી દ્વારા પ્રમાણિત હોવા જોઈએ.
  • કચેરી રેકર્ડ પરના કપાતના શિડ્યૂલનું સંબંધિત બેંક ખાતે મોકલવામાં આવેલ અને જેના આધારે ચૂકવણું થયું છે તેવા શિડ્યૂલ સાથે મેળવણા કરી યોગ્ય વ્યક્તિને જ સાચી રકમના ચૂકવણા થયાની ખાતરી કરવાની રહેશે.
  • તમામ નિયમિત પગાર ધોરણના તેમજ ફિક્સ પગારના કર્મચારી સિવાય અન્ય કોઇપણ વ્યક્તિને ચૂકવણું થયેલ નથી તેની ખાતરી કરવાની રહેશે.
  • સરકારના પ્રવર્તનમાન નિયમોનુસાર પગારબિલોની ચકાસણી કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...