પરીક્ષા:રાજકોટમાં ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ, ધો.12 સામાન્ય પ્રવાહમાં ડમી વિદ્યાર્થીની ઝડપાઇ, ફરિયાદ દાખલ

રાજકોટએક વર્ષ પહેલા
કોરોના ગાઈડલાઈન પ્રમાણે પ્રવેશ અપાયો.
  • 26 દિવ્યાંગો સહિત કુલ 5181 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

રાજકોટમાં આજે ધોરણ 10 અને 12 ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતી વિષય પરીક્ષામાં 2162 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે કે 426 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં 26 દિવ્યાંગોએ પણ પરીક્ષા આપી હતી. જ્યારે કે ધોરણ 12 માં નામાના મૂળ તત્વો વિષય પર 3478 પૈકી 3019 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ સાથે આજે પ્રથમ પરીક્ષા દરિમયાન કલ્યાણ હાઈસ્કૂલ ખાતે ડમી વિદ્યાર્થીની ઝડપાઇ હતી જે શીતલ ગીડ જગ્યાએ અન્ય વિદ્યાર્થીની મુસ્કાન કુરેશી પરીક્ષા આપવા બેઠી હતી. જે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધોરણ 10ના 16300 વિદ્યાર્થી રિપીટર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવાનું આજથી શરૂ કર્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં 23 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના 16300, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6638 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 998 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ અપાયો.
સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ અપાયો.

ચાર જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ પણ બનાવવામાં આવી
પરીક્ષા દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ત્રણ-ત્રણ અધિકારીઓની ચાર જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા કોરોના ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ધોરણ 10માં 48 અને ધોરણ 12માં 9 સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીને તૈનાત કરવામાં આવ્યા હતા.

પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ.
પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ.

કોરોના ગાઈડલાઈન મુજબ પ્રવેશ અપાયો
વિરાણી સ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઇ ગઈ છે. આજે ગુજરાતી અને અંગ્રેજી વિષયનું પેપર છે. કોરોના ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ચેક કરી, સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો છે. તમામે તમામ વિદ્યાર્થીઓને માસ્ક ફરજીયાત પહેરાવામાં આવ્યું છે. માસ્ક ન હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર માસ્ક અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...