એલર્ટ:વાદીપરા ગામ પાસેનો કરમાળ અને છાપરવાડી-2 સિંચાઈ યોજનાના ગેટની મરામત હાથ ધરાશે

મોટાદડવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેમના સિંચાઈ યોજનાના ગેટની મરામત થશે. - Divya Bhaskar
ડેમના સિંચાઈ યોજનાના ગેટની મરામત થશે.
  • નદીમાં પાણી છોડવાનું હોવાથી હેઠવાસના લોકોને પટમાં અવર–જવર ન કરવા અપીલ

રાજકોટ જિલ્લાના કરમાળ અને છાપરવાડી – 2 સિંચાઈ યોજનાના ગેઈટની મરામત હાથ ધરાશે. કરમાળ,છાપરવાડી ડેમમાંથી ઉપલબ્ધ પાણીનો જથ્થો પ્રમાણસર રીતે નદીમાં છોડવાનો હોવાથી ડેમના હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર ન કરવા અનુરોધ કરાયો છે. ચોમાસા પૂર્વે જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વાદીપરા ગામ પાસે આવેલ કરમાળ સિંચાઈ યોજના તેમજ જેતપુર તાલુકાના જેપુર ગામ પાસે આવેલ છાપરવાડી – 2 સિંચાઈ યોજનાના ગેઈટની મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી તા. 26-3-2021ના રોજ ડેમમાંથી ઉપલબ્ધ પાણીનો જથ્થો પ્રમાણસર રીતે નદીમાં છોડવામાં આવશે.

જેને ધ્યાને લઈ કરમાળ સિંચાઈ યોજનાના ડેમની હેઠવાસમાં આવેલા વાદીપરા, પીપળીયા, દેતળીયા અને બગદળીયા ગામો તથા છાપરવાડી – 2 સિંચાઈ યોજનાના ડેમની હેઠવાસમાં આવેલ પ્રેમગઢ, કેરાલી, જાંબુડી, રબારીકા, લુણાગરા અને લુણાગરી ગામના લોકોને નદીના પટમાં અવર – જવર ન કરવા તથા નદીના પટમાં રહેતા લોકોને સલામત સ્થળે જતા રહેવા જણાવવામાં આવ્યુ છે. વધુમાં આ જાહેર ચેતવણી ધ્યાને લઈ નદીના પટમાંથી માલ – ઢોર, ઘાસચારો સલામત સ્થળે ખસેડી લેવા પણ ગ્રામજનોને અંતમાં જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...