તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:એઈમ્સના અભ્યાસ માટે સિવિલમાં રિનોવેશન, નવા વર્ષે વિદ્યાર્થી આવશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં એઇમ્સનું બાંધકામ હજુ શરૂ નથી થયું પણ અભ્યાસ શરૂ કરી દેવાયો છે. ચાલુ વર્ષે લેવાયેલી નીટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ એઈમ્સ રાજકોટમાં એડમિશન લઈ લીધા છે અને દિવાળી બાદ અભ્યાસ પણ શરૂ થઈ જશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની પાછળ એઈમ્સ માટે ખાસ વર્ગખંડ બનાવવામાં આવ્યા છે અને તેના માટે 55 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અને રિનોવેશન કરાયું હતું. હજુ જરૂર પડ્યે વધુ ગ્રાન્ટ આપવાની તૈયારી પણ છે.

પ્રથમ વર્ષમાં જે વિષયો આવે છે કે જેમ કે એનાટોમી, ફિઝિયોલોઝી અને બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસરની નિમણૂક કરી દેવાઈ છે. હજુ તેમાં પણ જગ્યા ખાલી છે જે ભરવામાં આવશે આ ઉપરાંત બીજા વર્ષના વિષયો માટે પણ ભરતી શરૂ કરાશે. અત્યાર સુધી એઈમ્સના નોડલ અધિકારીનો ચાર્જ પીડીયુ મેડિકલ કોલેજના ડો.ગૌરવી ધ્રુવ પાસે હતો પણ એઈમ્સમાં ભરતી થઈ જતા હવે તેનો ચાર્જ ડો. શર્મા અને ડો. ચૌહાણને અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો