લાભ:સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટેની 25 વર્ષની વયમર્યાદા દૂર કરાઇ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની ગર્લ્સ- બોયઝ હોસ્ટેલ માટે વિદ્યાર્થીઓને મળશે લાભ

કોરોનાકાળ બાદ લાંબા સમયે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે હોસ્ટેલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવેલી 25 વર્ષની વયમર્યાદા દૂર કરવામાં આવી છે. જેથી રાજકોટની સમરસ બોયઝ-ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા ઈચ્છતા 25 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

રાજકોટમાં સમરસ બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ બંધ હોવાથી વિદ્યાર્થીઓ નાછૂટકે ખાનગી હોસ્ટેલમાં રહેવા મજબૂર છે. હાલ સમરસમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે. અત્યાર સુધીમાં રાજકોટની સમરસ હોસ્ટેલમાં રહેવા માટે અઢી હજાર જેટલી અરજી થઈ છે અને હજુ પણ અરજીઓ આવવાનું શરૂ છે. જોકે અત્યાર સુધી 25 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ જ અરજી કરી શક્તા હતા, પરંતુ સરકારે ઠરાવ કરી 25 વર્ષની વયમર્યાદા દૂર કરવા નિર્ણય કરતા અનેક વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકશે. લાંબા સમયથી વિદ્યાર્થીઓ 25 વર્ષની વયમર્યાદા દૂર કરવા માંગ કરી રહ્યાં હતા.

ત્યારે અંતે આ નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે. વિકસતી જાતિના નાયબ નિયામક એમ.એમ. પંડ્યાના જણાવ્યા મુજબ આ અંગેનો ઠરાવ નીકળી ગયો છે, પરંતુ આવ્યાં બાદ એ નક્કી થશે કે 25 વર્ષથી વધારીને કેટલી ઉંમર સુધીના વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે. સાથે જ તમામ શરતો અગાઉ જે હતી એની એજ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...