તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારો ખુલાસો:રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો મોટા મેડિકલ સ્ટોર્સમાં થયો સમાપ્ત, રવિવારની રજામાં સ્ટોકીસ્ટ શોપ બંધ હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ

રાજકોટ6 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • 100 લોકોને ઇન્જેક્શન ન હોવાથી પરત મોકલવામાં આવ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી રોજ 200ની આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જેની સામે હાલ રાજકોટમાં કોરોનાની સારવાર માટે રામબાણ ઇલાજ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો મોટાભાગના મેડિકલ સ્ટોર્સમાં સમાપ્ત થયો છે. આજે ફરી રેમડેસિવર ઇન્જેક્શનની અછત અંગે દિવ્યભાસ્કર સાથે વાત કરતા વિકાસ મેડિકલ સ્ટોરના સંચાલકે કહ્યું હતું કે, હાલ રવિવારની રજામાં સ્ટોકીસ્ટ શોપ બંધ હોવાથી 100 જેટલા લોકોને ઇન્જેક્શન ન મળવાથી પરત મોકલવા પડે છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા દિવ્યભાસ્કરના રિયાલિટી ચેકમાં રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શનની અગત્યતા અને તેની અછત અંગેનો અહેવાલ પ્રકાશિત કરતા તેના ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા અને 7 જ કલાકમાં 3400 ઇન્જેક્શનનો જથ્થો રાજકોટના ફાળવી દેવામાં આવ્યો હતો. પણ 2 જ દિવસમાં રાજકોટની પરિસ્થિતિ ફરી ઈન્જેક્શન વિહોણી બની છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ શહેરના એબિસી, શિવમ, દેવ પુષ્પ, ગાયત્રી અને વિકાસ મેડિકલ સ્ટોર્સમાં ઇંજકેશનનો જથ્થો સમાપ્ત થયો છે.

મેડિકલ સ્ટોર્સમાં ઇન્જેક્શન મળવા મુશ્કેલ બન્યાં
રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોરોના સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખૂબ અગત્યતા ધરાવે છે. આ ઇન્જેક્શનનો જથ્થો રાજકોટના મેડિકલ સ્ટોર ઓછો મળી રહ્યો છે. રાજકોટ મેડિકલ એસોસિયેશન દ્વારા આ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. હાલ રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળવા મુશ્કેલ બની ગયાં છે.ઈન્જેકશનનો પૂરતો જથ્થો આપવામાં આવે એવી માગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ કેટલીક ખાનગી હોસ્પિટલમાં આ ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ અને સુરતની જેમ રાજકોટને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપવા માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. ત્યારે રાજકોટના મેડિકલ સ્ટોરમાં ઈન્જેકશનનો પૂરતો જથ્થો પહોંચાડવો અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.

વિકાસ મેડિકલ સ્ટોરના સંચાલક
વિકાસ મેડિકલ સ્ટોરના સંચાલક

ઈન્જેકશનનો પૂરતો જથ્થો આપવામાં આવે એવી માગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ કેટલીક ખાનગી હોસ્પિટલમાં આ ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ અને સુરતની જેમ રાજકોટને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપવા માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. ત્યારે રાજકોટના મેડિકલ સ્ટોરમાં ઈન્જેકશનનો પૂરતો જથ્થો પહોંચાડવો અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો