તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ભુલાયો:સૌરાષ્ટ્રનાં ધાર્મિક-ફરવાલાયક સ્થળો પર માનવ મહેરામણ ઊમટ્યું, દ્વારકાધીશ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, રોપવેમાં લોકોની ભીડ, શિવરાજપુરના દરિયાકાંઠે લોકો ઊમટ્યા

રાજકોટ5 મહિનો પહેલા
શિવરાજપુરનો દરિયાકાંઠો. - Divya Bhaskar
શિવરાજપુરનો દરિયાકાંઠો.
  • લોકો કોરોનાને ભૂલીને ફરવા નીકળ્યા, તહેવારોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો
  • વાહનોની લાંબી લાઇનો હાઇવે પર ટોલનાકે લાંબી લાઇનો અને ફરવાલાયક સ્થળો પર હોટલો ફુલ

દિવાળીના તહેવારો પર કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર માનવ મહેરામણ ઊમટ્યું છે. જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો નેવે મૂકીને ફરવા માટે નીકળી ગયા છે. દ્વારકાધીશ મંદિર, જૂનાગઢમાં રોપવે અને શિવરાજપુરના દરિયાકાંઠે લોકો નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે.

દ્વારકા.
દ્વારકા.

દિવાળી બાદ પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો
દિવાળીના તહેવારને લઈને ફરવાલાયક સ્થળો પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. બીજી તરફ, ટોલનાકા પર વાહનોની લાંબી લાઈનો લાગી છે, જ્યારે પર્યટન સ્થળો પર હોટલો ફુલ થઈ ગઈ છે. દિવાળી પહેલાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ દિવાળીના તહેવારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો- સોમનાથ મહાદેવને નવા વર્ષની પહેલી ધ્વજા ઢોલ-શરણાઈના તાલે સુરક્ષા વિભાગ અને SRP જવાનો દ્વારા ચડાવાઈ

દ્વારકા જગત મંદિર.
દ્વારકા જગત મંદિર.

દ્વારકા જગત મંદિરમાં ભાવિકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
દ્વારકાધીશ મંદિરમાં દિવાળીનો પર્વ ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. 10 મહિનાના કોરોનાકાળ બાદ આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. જગત મંદિર સાથે અન્ય મંદિરો ગોમતીમાતા, પદ્યુમ્નજી મંદિર, રામધૂન, બેટ દ્વારકા, સહિત મંદિરોમાં અન્નકૂટ મહોત્સવ કરવામાં આવ્યો હતો, સાથે જ ગોમતી નદીમાં ચૂંદડી મનોરથનો કરવામાં આવ્યો હતો. કોરોનાના કહેર વચ્ચે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. કેટલાક ભક્તો માસ્ક વગર જોવા મળ્યા હતા. આમ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કર્યો હતો.

દ્વારકા નજીક આવેલું શિવરાજપુર.
દ્વારકા નજીક આવેલું શિવરાજપુર.

દ્વારકાના શિવરાજપુર દરિયાકાંઠે લોકોની ભીડ
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુરના સમુદ્રકિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફ્લેગ બીચ વિકસ્યો છે. જ્યાં હાલ દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં લોકો ઉઊટી પડ્યા છે. જ્યાં જુઓ ત્યાં વાહનો પાર્ક કરેલાં અને લોકોની ભીડ જોવા મળી રહી છે. મહત્ત્વનું છે કે ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ-ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુરના દરિયાની પસંદગી કરવામાં આવી છે. હાલ આ બીચ પર હજારોની સંખ્યામાં પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે. વિશ્વમાં હાલ 75 જેટલા બીચ આવેલા છે, જ્યારે 76મા અને એશિયાના બીજા બીચ તરીકે દ્વારકાના શિવરાજપુર બીચની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે.

ગિરનાર ટેમ્પલ રોપવે.
ગિરનાર ટેમ્પલ રોપવે.

ગિરનાર ટેમ્પલ રોપવેમાં કલાકોનું વેઇટિંગ, નિયમોનો ઉલાળિયો
દિવાળીના વેકેશનને લઈને સૌરાષ્ટ્રવાસીઓએ લાંબા પ્રવાસને બદલે જૂનાગઢ અને સાસણગીર તરફ ટૂંકા પ્રવાસનું આયોજન કર્યું છે. કોરોના મહામારીને કારણે લાંબું ટ્રાવેલિંગ કરવું હિતાવહ ન લાગતાં લોકો જૂનાગઢ અને સોમનાથ તરફ આકર્ષાયા છે. ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર ટેમ્પલ રોપવેમાં કલાકોનું વેઈટિંગ હોવા છતાં લોકોની લાંબી લાઈન લાગી છે. જોકે અહીં કોરોનાની ગાઈડલાઈન્સનો ઉલાળિયો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સાસણગીરમાં પણ સિંહો જોવા માટે લોકો ઊમટી પડ્યા છે, કારણ કે કોરોનાની મહામારીના કારણે લોકો સાસણગીર અને જૂનાગઢમાં ગિરનાર ટેમ્પલ રોપવે પરની મુલાકાત લઈ રહ્યા છે.

ખોડલધામમાં ભાવિકોનું ઘોડાપૂર
હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળો પર લોકો દર્શન માટે ઊમટી પડ્યા છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક ખોડલધામમાં પણ દિવાળી વેકેશનમાં ભાવિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ખોડિયાર માતાજીનાં દર્શન માટે ભાવિકો પડાપડી કરી રહ્યા છે. કોરોનાએ સૌરાષ્ટ્રમાં ફરી માથું ઊંચક્યું છે ત્યારે મંદિરોમાં ભાવિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સના અભાવને કારણે કોરોના સંક્રમણ વધે તો જવાબદાર કોણ? એવો સવાલ ઊઠી રહ્યો છે.

ટોલનાકા પર વાહનોની લાંબી લાઈનો લાગી.
ટોલનાકા પર વાહનોની લાંબી લાઈનો લાગી.

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલનાકા પર કારના થપ્પા લાગ્યા
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલનાકા પર કારોના થપ્પા લાગી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. ટોલનાકા પર ટ્રાફિકજામથી વાહનચાલોને મુશ્કેલી પડી હતી. હાલ લોકોનો ધસારો સોમનાથ, દીવ, જૂનાગઢ તરફ વધ્યો છે. આથી નેશનલ હાઈવે પર પણ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

(સુભાષસિંઘ લોહાનીવાલ-દ્વારકા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો