જાહેરાત:ICU વગર કોરોનાની સારવાર માટે ફાયર NOCમાંથી રાહત, હોસ્પિટલ માટે સીએમએ કરી જાહેરાત

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં રીવ્યૂ બેઠક માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ બેઠક કરી હતી જેમાં ફાયર એનઓસીના મુદ્દે હાલ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે. ઘણી હોસ્પિટલમાં એનઓસી માટે જરૂરી ફેરફાર જેવા કે બે એક્ઝિટ શક્ય નથી અને તેવામાં જ કોરોનાના કેસ વધ્યા અને ત્યારે જ ફાયર શાખાએ નોટિસ પણ ફટકારી છે.

એનઓસી ન હોય તો કોવિડ હોસ્પિટલ શરૂ કરી શકાય તેમ નથી તો બેડ વધારવા કઈ રીતે તે મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઈએમએના ડો. અતુલ પંડ્યા, ડો. લાલસેતા સહિતની તબીબોની ટીમ તેમને મળવા આવી હતી અને રાજકોટમાં નર્સિંગ હોમમાં માઈલ્ડ કેસને દાખલ કરવાની તૈયારી બતાવી છે.આ પ્રકારની હોસ્પિટલમાં માત્ર માઈલ્ડ એટલે કે એવા દર્દીઓ કે જેમને ઓક્સિજન કે આઈસીયુની જરૂર નથી તેમને જ દાખલ કરાશે અને આઈસીયુ ન હોય એટલે ફાયર એનઓસી માટેની કાર્યવાહી કરવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...