તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં કોરોના મૃત્યઆંકમાં રાહત, 24 કલાકમાં 3 દર્દીના મોત, કુલ કેસની સંખ્યા 41791 પર પહોંચી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 698 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોનામાંથી લોકોને રાહત મળી હોય તેમ સરકારી આંકડા પરથી જાણવા મળી રહ્યું છે. શહેરમાં 24 કલાકમાં 3 દર્દીના મોત થયા છે. મૃત્યુઆંક ઘટતા આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 5 દર્દીના મોત થયા હતા તે પૈકી 1 દર્દીનું જ કોરોનાથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 41791 પર પહોંચી
શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 41791 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 698 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 172 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.

રાજકોટ જિલ્લામાં ગઇકાલે 284નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે 284 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ શહેરમાં 172 કોરોના પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં શનિવારે 226 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 41791 થઇ છે જ્યારે 172 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. હાલ રાજકોટ શહેરમાં 698 એક્ટિવ કેસ છે. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 1364 ટેસ્ટ કરવામાં આવતા 58 પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે.

જિલ્લામાં કુલ કેસની સંખ્યા 14434 પર પહોંચી
જિલ્લામાં કુલ કેસ 14434 થયા છે. જ્યારે એક્ટિવ કેસ 573 છે. રાજકોટ શહેરમાં સર્વેલન્સની 801 ટીમે 42491 વ્યક્તિનો સરવે કરતા માત્ર 30 વ્યક્તિમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે જિલ્લામાં 242 ટીમે 37986 લોકોનો સરવે કરતા 117 વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાને વેક્સિનના પૂરતા ડોઝ મળી જતા વેક્સિનેશન સાઇટ પર 200-200 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવે છે. શનિવારે શહેરમાં 17727 વ્યક્તિઓનું રસીકરણ થયું હતું. જેમાં 18થી 45 વર્ષના 16870 અને 45 વર્ષથી મોટા અને કોરોના વોરિયર હોય તેવા 1357 વ્યક્તિઓનું રસીકરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...