હાલાકી:કોરોનામાં મૃત્યુ પામનારના સગાને સહાય ફોર્મ માટે હાલાકી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય કક્ષાએ ફોર્મ ક્યાંથી લેવા તે અંગે મૂંઝવણ

કોરોનામાં મૃત્યુ થયું હોય તેમને રૂપિયા 50 હજારની આર્થિક સહાય માટે ફોર્મ વિતરણ શરૂ થયા છે. જેમાં કોરોનાથી મોત થયા હોય તેમના પરિવારજનોને સહાય અપાય છે, પરંતુ રાજકોટ જિલ્લામાં આ સહાય ફોર્મ મેળવવા માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગ્રામ્ય કક્ષાએ ફોર્મ ક્યાંથી લેવા તે અંગે તલાટી, ચીફ ઓફિસર સહિતના અધિકારીમાં અસમંજસ છે. જેના કારણે કેટલાક લોકોએ ફોર્મ લેવા માટે શહેર સુધીના ધક્કા પણ ખાધા છે.

રાજ્ય સરકારે પંદર દિવસ પહેલા એટલે કે 29 ઓક્ટોબરે જીઆર બહાર પાડી જાણ કરી દીધી હોવા છતાં રાજકોટ જિલ્લામાં સહાયના ફોર્મના વિતરણની કામગીરીનું આયોજન વ્યવસ્થિત રીતે કરી શકાયું ન હતું. જેનો ભોગ ગ્રામ્ય લોકોએ બનવું પડ્યું હતું. અધિકારી દ્વારા એકબીજા વિભાગ પર ખો આપે છે તેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

બુધવારથી ફોર્મ મળતા થઇ જશે
લોકોને સહાયના ફોર્મ બુધવારથી મળતા થઈ જશે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવશે. જે કચેરીએ ફોર્મ નહીં પહોંચ્યા હોય ત્યાં ફોર્મ પહોંચાડવા માટેની સૂચના આપી દેવાશે.> દેવ ચૌધરી, ડીડીઓ, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...