તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ આવક:‘ટેકા’માં રિજેક્ટ થતા ખેડૂતો યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, રાજકોટ યાર્ડમાં ગત સિઝન કરતા ડબલ આવક

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવતા ખેડૂતોની મગફળી પરીક્ષણમાં પાસ થતી નથી પરિણામે મગફળી રિજેક્ટ થઈ છે. જે ખેડૂતોની મગફળી બજારમાં રિજેક્ટ થાય છે તેઓ ખુલ્લા બજારમાં મગફળી વેચવા આવી રહ્યા છે.બેડી યાર્ડમાં ગત સિઝનમાં 6 લાખ ગુણીની આવક થઈ હતી. જ્યારે આ વખતે 10 લાખ ગુણીની આવક થઈ છે. સોમવારે તેની હરાજી કરવામાં આવશે. વાહનો અંદર લાવવા માટે આખી રાત વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી.

જે ખેડૂતોની મગફળી ટેકાના ભાવમાં રિજેક્ટ થઇ છે તેઓ સીધા બેડી યાર્ડમાં મગફળી વેચવા માટે આવી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ગેટપાસ બતાવનારના વાહન ગમે ત્યારે સ્વીકારી લેવામાં આવે છે. વાહનો અને અન્ય ખર્ચ ન લાગે તે માટે ખેડૂતો સીધા ખુલ્લી બજારમાં મગફળી લાવી રહ્યા છે. રવિવારે મગફળીના રૂ. 900-1100 સુધીના ભાવ હરાજીમાં બોલાય હતા. ચાર કલાકમાં જ 3 કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈન લાગી અને ત્રણ મેદાનમાં મગફળી ઉતારવામાંઆવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો