આદેશ:સરસ્વતી, વિદ્યોત્તેજક, ઝાંસી, ક્રાઇસ્ટ કોલેજની મંડળી સામે રજિસ્ટ્રારની તપાસ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટની સરસ્વતી, વિદ્યોત્તેજક, ઝાંસી, ક્રાઇસ્ટ કોલેજની મંડળીઓ સામે પી.એમ.પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરીયાદ થયા બાદ ગાંધીનગરના સહકારી મંડળીના રજિસ્ટ્રારને તપાસના આદેશ કરવામાં આવ્યા હતા અને તેમણે રાજકોટ જિલ્લા રજિસ્ટ્રારને આ ફરીયાદ મામલે તપાસ સોંપી છે. અને તેમણે પાંચ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

ગાંધીનગર સહકારી મંડળીના રજિસ્ટ્રારે રાજકોટ જિલ્લા રજિસ્ટ્રારને ચારેય મંડળીઓ સામે થયેલી ફરિયાદની વિગતવાર તપાસ કરી અભિપ્રાય આપવા તાકીદે જાણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે પી.જી. પોર્ટલમાં થયેલી રજૂઆત અંગે સરકાર કક્ષાએ તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના છે જેથી રજૂઆતની ગંભીરતા ધ્યાને લઇ તુરંત નિયમાનુસાર કાર્યવાહી કરવા તાકીદ કરાઇ છે.

આ મામલે જ્યુરીશડિક્સન નક્કી થતું નથી: એ.દાસ
આ ચારેય મંડળી સામે આયકર વિભાગને પણ તપાસના હુકમો કરવામાં આવ્યા છે અને વિજિલન્સ વિભાગ દ્વારા રાજકોટ ટીડીએસ કમિશનર એ.દાસને તપાસ સોંપવામાં આવી હતી. આ મામલે કમિશનર એ.દાસે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે આ મંડળીઓએ શું ગેરરીતિ કરેલી છે તેમજ તેનું જ્યુરિશડિક્શન શું છે તેવો કોઇ ઉલ્લેખ ન હોવાથી વડી કચેરીને રિપોર્ટ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...