તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Registrar: Absence In Biometric Will Be Considered Absent, Professors: Cancel The Rule, Otherwise We Will Not Do Good Deeds.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:રજિસ્ટ્રાર : બાયોમેટ્રિકમાં હાજરી નહીં પૂરાય તો ગેરહાજર ગણાશે, અધ્યાપકો : નિયમ રદ કરો, નહીંતર નેકની કામગીરી નહીં કરીએ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મશીનમાં ખામીને કારણે હાજરી ન પૂરાય તો ગેરહાજરી ગણવાના નિયમનો વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોની હાજરી પૂરવાના મુદ્દે વહીવટી તંત્ર અને અધ્યાપકો સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પરિપત્ર કરી આદેશ આપ્યો કે બાયોમેટ્રિક સિસ્ટમમાં કોઈપણ કારણોસર પંચ ઇન કે પાંચ આઉટથી હાજરી પૂરવાની રહી જશે તો તે દિવસની હાજરી અંગે કોઈ રજૂઆત કરવાની રહેશે નહીં, તેમજ હાજરી ન પૂરવાના કારણે તે દિવસની ગેરહાજરી ગણવાની રહેશે. જેની સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન દ્વારા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરી છે કે આ પરિપત્ર સત્વરે રદ કરો અને જો રદ કરવા ન માંગતા હોય તો ત્વરિત ધોરણે માન્ય રાજ્ય સરકાર અને માન્ય યુજીસીના અધ્યાપકો માટેના હાજરીના નિયમો ધ્યાને લઇ તેના સંદર્ભો લઇને હાજરીના નિયમો અને વ્યવસ્થા પરિપત્રિત કરવામાં આવે જેથી અધ્યાપકો તે અનુસાર પોતાની હાજરી વર્ક ટુ રૂલ નોંધાવી શકે. આ ઉપરાંત અધ્યાપકોએ જો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો નેકની કામગીરીમાંથી પણ અળગા રહેવાની ચીમકી આપી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી બાયોમેટ્રિક હાજરી પૂરવાની પધ્ધતિ અમલી છે પરંતુ ક્યારેક મશીનની ખામીને કારણે ફેસ રિડિંગ કે પંચ ઇન-પંચ આઉટ થઇ શકતું નથી. આવી સ્થિતિમાં ભવનના વડાની મંજૂરીથી તેની હાજરી પૂરવામાં આવે છે પરંતુ તાજેતરમાં જ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા કોઈપણ સંજોગોમાં બાયોમેટ્રિક પધ્ધતિથી હાજરી નહીં પૂરી હોય તો તેને ગેરહાજરી ગણવામાં આવશે જેની સામે રોષે ભરાયેલા અધ્યાપકોએ પણ મશીનના વાંકે અધ્યાપકોને ડામ શા માટે? તેવી વિરોધ નોંધાવી રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી છે અને પરિપત્ર રદ નહીં કરાય તો નેકની કામગીરી પણ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા-જુદા ભવનોમાં બાયોમેટ્રીક્સ મશીનો લગાવેલા છે. જેમાં કેટલાક દિવસથી યાંત્રિક ખામીને કારણે અધ્યાપકોના ફેસ સ્કેનર તેમજ પંચ ઈન અને પંચ આઉટ નહીં થતાં ગેરહાજરી પૂરવા રજિસ્ટ્રારે આદેશ કરતાં અધ્યાપકો રોષે ભરાયા છે. મશીનની ખામીને કારણે અધ્યાપકોને દોષ દેવો યોગ્ય નહીં હોવાનું અધ્યાપક એસોસિએશનને રજિસ્ટ્રારને જણાવ્યું છે. એપ્રિલ માસમાં નેકની ટીમ યુનિવર્સિટીનું ઈન્સ્પેકશન કરવા આવી રહી છે ત્યારે અધ્યાપકોના પરિપત્ર રદ નહીં કરાય તો નેકની કામગીરી નહીં કરવાના વલણને લઈને યુનિવર્સટી કેમ્પસમાં ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો