રાજકોટના સમાચાર:નેશનલ ગેમ્સને લઈ આરોગ્ય કમિશનરે મ્યુનિ.ના આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત આરોગ્ય કમિશનર અને અગ્ર સચિવ આરોગ્ય શાહઅમીના હુસેનની રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર દ્વારા આરોગ્ય અને ડોપિંગની તૈયારી બાબતે પ્રેઝેન્ટેશન દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, પી.ડી.યુ. મેડિકલ કોલેજના સુપરિટેન્ડેન્ટ ડો.ત્રિવેદી, પદ્મકુંવરબા મેડિકલ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડૉ. પીપળીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદીના છ ગીતોનું વિમોચન
રાજકોટ શહેર ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક તેજશ શીશાંગીયા અને વિજયભાઈ કારીયાની એક યાદીમાં જણાવાયું છે કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના રાજકોટ પ્રવાસ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને રાજ્યના કેબિનેટ મંત્રીઓ અને પ્રદેશ ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છ ગીતોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા એરપોર્ટ ખાતે જે.પી. નડ્ડાને આવકારવા સાંસ્કૃતિક સેલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

ભાજપના ધારાસભ્યના ગામમાં આપનું જોર
રાજકોટના ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયાના ગામમાં કેજરીવાલ ઇફેક્ટ જોવા મળી છે. સાગઠિયાના ખીરસરા ગામે આપનો માહોલ જોવા મળ્યો છે. લોધિકા તાલુકાના ખીરસરા ગામે આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે. ધારાસભ્યના ગામમાં જ લોકો કેજરીવાલનું ગેરંટી કાર્ડ લેવા ભીડ ઉમટી હતી.

અન્ય સમાચારો પણ છે...