તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Regarding Fire NOC In Rajkot, Municipal Commissioner Said Fire NOC Has Been Issued To More Than 30 Properties In Last 3 Days.

નિવેદન:રાજકોટમાં ફાયર NOC અંગે મ્યુનિ.કમિશનરે કહ્યું- છેલ્લા 3 દિવસમાં 30થી વધુ મિલકતોને ફાયર NOC ઈશ્યુ કરવામાં આવ્યાં છે

રાજકોટ14 દિવસ પહેલા
રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા.
  • ઘણી જગ્યાઓ પર સાધનો અને સુવિધાનો અભાવ

રાજકોટ મહાનગરમાં હોસ્પિટલ, શાળા-કોલેજો, મોટા બિલ્ડિંગ સહિતની મિલકતોને ફાયર NOC લેવા માટે મહાપાલિકા દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પાત્રતા અને સાધનો સહિતની વ્યવસ્થા ધરાવતા આસામીઓને સ્થળ પર જ NOC આપવાનો અભિગમ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ અપનાવ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે,રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં 30 થી વધુ મિલકતોને ફાયર NOC ઈશ્યુ કરવામાં આવ્યાં છે.

ઘણી જગ્યાઓ પર સાધનો અને સુવિધાનો અભાવ
વધુમાં મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં શાળાઓ શરૂ થાય તે પહેલા શાળાઓને ફાયર NOC મળી રહે તે માટે કાર્યકરી રહ્યા છીએ. થોડા દિવસથી ફાયરની ટીમો દ્વારા શાળાઓમાં ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. ઘણી જગ્યાઓ પર સાધનો અને સુવિધા હોવા છતાં તેમની પાસે NOC ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ક્યારેક અરજી સહિતની પ્રક્રિયા, વેરીફીકેશનના કારણે પણ સમય જાય છે. જે શાળાઓ પાસે ફાયર NOCના સાધનોનો અભાવ છે તેમને નોટિસ ફટકારવામાં આવશે.

મોટી ઇમારતોમાં સુરક્ષા સાધનો રાખવા ફરજીયાત
મહાનગરમાં કોરોનાકાળ વચ્ચે કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પડઘા ગાંધીનગર અને દિલ્હી સુધી પડતા હતા. હાઇકોર્ટે પણ સરકારને ફટકાર લગાવેલી છે. તેના પગલે તમામ કોર્પોરેશન વિસ્તારમાં હોસ્પિટલ સહિતની મોટી ઇમારતોમાં સુરક્ષા સાધનો ફરજીયાત રાખવા અને તેના પ્રમાણપત્ર લેવા માટે હુકમો કરાયા છે. રાજકોટમાં ઘણા સમયથી હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, પેટ્રોલ પંપો સહિતની મિલ્કતોના માલિકો NOC લેવા કે રિન્યુ કરાવવા દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં મિલકતો એવી છે કે બાંધકામની સ્થિતિના કારણે પ્રમાણપત્ર મળી શકે તેમ નથી. આવી મિલકતોને સતત નોટિસ અપાઇ રહી છે.

રાજકોટ ઝોન હેઠળ આવતા 6 જિલ્લાની 30 નગરપાલિકાઓમાં 173 ફાયર NOC અપાઈ
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ રાજકોટ ઝોન હેઠળ આવતા પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લાની કુલ 30 નગરપાલિકાઓમાં હાલમાં ફાયર NOC આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં પ્રાથમિકતાના ધોરણે હાલમાં નગરપાલિકાના વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલો અને શાળાઓમાં રીજીયોનલ ફાયર ઓફિસર દ્વારા સ્થળ ચકાસણી કરીને NOC આપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં તાજેતરમાં શાળાઓમાં 80, હોસ્પિટલોમાં 73, હાઈરાઈઝ બિલ્ડિંગોમાં 15 તથા એસેમ્બ્લી બિલ્ડીંગોમાં 4 મળીને કુલ 173 NOC આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...