• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Regarding Damage To Crops In Rajkot District, Farmers Said, "If Help Is Given Immediately After The Survey, Replanting Can Be Done."

હાલાકી:રાજકોટ જિલ્લામાં ખેતીમાં નુકસાન અંગે ખેડૂતોએ કહ્યું, ‘સરવે બાદ તુરંત સહાય મળે તો ફરી વાવેતર થઈ શકે’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડૂતોએ કહ્યું, પહેલી વાવણી પણ માંડ કરી હવે બીજી વખત વાવેતર કેમ કરવું?

રાજકોટ જિલ્લામાં વરસાદી નુકસાનને લઈ સરવે શરૂ કરાયો છે ત્યારે ખેતીમાં નુકસાનને લઈ ખેડૂતોનું કહેવું છે કે, સરવે તો શરૂ થયો છે, પરંતુ સરવે બાદ સહાય પણ તુરંત ચૂકવવી જોઈએ. જેથી જ્યાં પાકનું ધોવાણ થયું છે તેમાં બીજા પાકનું વાવેતર થઈ શકે. જિલ્લામાં વરસાદે વિનાશી દૃશ્યો સર્જી દીધા છે. ખેતીમાં સૌથી વધુ નુકસાન થયું છે. અનેક ખેડૂતોના આખા ખેતરો જ દરિયાઇ પટ બની ગયા છે. તો કેટલાક ખેડૂતોના પાકનો સફાયો થયો છે. બીજી તરફ ખેતરોના પાળાનું ધોવાણ થયું છે, કેટલાય ખેડૂતોના કૂવા બૂરાયને જમીન બની ગયા છે.

ત્યારે આખરે જગતના તાતના નુકસાનને લઈને સરવે શરૂ કરાયો છે. ત્યારે સરવે શરૂ થતા ખેડૂતોને સહાયની આશા છે, પરંતુ જો સમયસર સહાય ચૂકવવામાં નહીં આવે તો મુશ્કેલી વધી શકે તેમ છે. ખેડૂતોનું કહેવું છે કે, પહેલી વાવણી પણ માંડ કરી હતી. ત્યારે હવે જ્યાં ધોવાણ વધુ છે ત્યાં તો વાવેતર થઈ શકે તેમ નથી. પરંતુ પાકનું ધોવાણ થયું છે ત્યાં ફરી વાવેતર કરી શકાય તેવી પણ સ્થિતિ નથી.

જેને નુક્સાન છે તેને તુરંત સહાય આપવી જોઈએ
ખેતરમાં નુકસાનને લઈ સરવે કરવા માટે ગ્રામ સેવક, તલાટી મંત્રી તેમજ સરપંચ આવ્યાં હતાં. ફોટો તેમજ સરવે નંબર લઈને જતાં રહ્યાં છે અને હવે ઓનલાઈન ફોર્મ ભરવા કહેવાયું છે. જો સહાય આપવી જ હોય તો બીજા ફોર્મ ભરવા ન જોઈએ અને તુરંત ખાતામાં વળતર જમા કરવું જોઈએ. જેને જેટલું નુકસાન થયું છે એ પ્રમાણે વળતર મળવું જોઈએ. -લક્ષ્મણભાઈ, ખેડૂત, લોધિકા

નુકસાન અંગે પૂછતા નથી ફોટા પાડી જતા રહે છે
25 વીઘામાં ધોવાણ થયું છે. શનિવારે સરવે તો કરાયો પરંતુ કેટલું નુકસાન થયું કે ધોવાણ થયું તેની કોઈ નોંધ લેવાતી નથી. માત્ર ફોટા પાડી જતા રહે છે. આ કામગીરી જોતા લાગે છે થોડી ઘણી સહાય મળશે તો પણ મોડી મળશે. ખરેખર સરવે સાથે તુરંત સહાય મળે તો ખેડૂતોને લાભ થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...