વેપારીને બમણો માર:વેટની રિફંડ બુક પૂરી થઈ જતા 200 વેપારીના રિફંડ અટવાયા

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં વેપારીઓને બમણો માર લાગી રહ્યો છે. એક બાજુ વેપાર નથી અને બીજી તરફ વેટમાં મળવાપાત્ર રિફંડ હોય તે હાલમાં મળી નથી રહ્યું. જીએસટી વિભાગ 10 ડિવિઝન હેઠળ આવતા ઘટક નંબર 4 માં રિફંડ બુક પૂરી થઈ જતા વેપારીઓને મળવાપાત્ર રિફંડ અટવાઇ ગયું છે. જ્યારે જીએસટીમાં અપીલની મુદત પૂરી થઈ ગઈ છે તો વેપારીઓને આમની ઉઘરાણી આવવાની ભીતિ છે. 

જીએસટીમાં ઓનલાઈન રિફંડ આપવાની કામગીરી શરૂ છે
જીએસટી ડિવિઝન 10 હેઠળ આવતા ઘટક નંબર ચારમાં વેટના એસેસમેન્ટ થઈ ગયા હોય તેવા વેપારીઓ રિફંડ લેવા માટે જાય છે. તેઓને ખાલી હાથે પરત ફરવું પડે છે. વિભાગના અધિકારીઓ તરફથી એક જ જવાબ આપવામાં આવે છે કે, હાલ ચેકબુક પૂરી થઈ ગઈ છે. જેને કારણે તમને રિફંડ આપી શકાશે નહીં. આ અંગે જોઈન્ટ કમિશનર ડી.વી.ત્રિવેદી જણાવે છે કે, રિફંડ કે ચેકબુક પૂરી થઈ ગયાની એક પણ ફરિયાદ મારા સુધી આવી નથી. જ્યારે જીએસટીમાં ઓનલાઈન રિફંડ આપવાની કામગીરી શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...