કાર્યવાહી:મધ્યસ્થ જેલના બેરેક 3માંથી રેઢો મોબાઇલ મળ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યની જેલ સ્ક્વોડે મંગળવારે બપોરે રાજકોટ મધ્યસ્થ જેલમાં ઝડતી લીધી હતી. સ્ક્વોડની તપાસમાં મધ્યસ્થ જેલનાં બેરેક નં.3માંથી એક મોબાઇલ રેઢો મળી આવ્યો હતો. દરેક ઝડતી સમયે બનતું હોય તેમ આવ વખતે પણ સ્ક્વોડે તે બેરેકમાં રહેલા કેદીઓને મોબાઇલ અંગે પૂછપરછ કરી હતી, પરંતુ કોઇએ મોબાઇલ અંગે મગનું નામ મરી નહીં પાડતા જેલ સ્ક્વોડનાં દેવશીભાઇ કરંગિયાએ અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રદ્યુમ્નનગર પોલીસે ગુનો નોંધી જેલમાં મોબાઇલ કોને મગાવ્યો હતો. તે અંગે તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...