તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર ખડેપગે:રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ, NDRF- SDRF તૈનાત કરાયું

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના
  • વરસાદની આગાહીના પગલે તંત્ર ખડેપગે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી આગાહી યથાવત્ છે. હજુ પણ વરસાદ વધુ ખાબકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત્ રાખવામાં આવ્યું છે. જિલ્લામાં NDRF અને SDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે. કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.

લાંબા સમયથી રિસાયેલા મેઘરાજાએ એક સાથે તૂટી પડી સૌરાષ્ટ્રને જાણે બાનમાં લીધું હોય તેવી જોવા મળી રહી છે. સતત વરસાદથી જામનગર, રાજકોટ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં તારાજીના દૃશ્યો સર્જાયા છે. ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રભરમાં વરસાદી આગાહી યથાવત્ હોવાથી તંત્ર એલર્ટ મૂડમાં છે. જિલ્લા કંટ્રોલરૂમ વિભાગના અધિકારી ઘનશ્યામ મોરીના જણાવ્યા મુજબ આગાહીના પગલે રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત્ છે. જિલ્લામાં 3 NDRF અને 4 SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

દરેક તાલુકામાં પણ બચાવ કામગીરી માટે ટીમો ગોઠવી દેવામાં આવી છે. અધિકારીઓ તેમજ કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે. સાથે જ રૂરલ લેવલે આરોગ્યની ટીમો પણ ગોઠવી દેવાઈ છે. ગામડાંઓમાં તલાટી મંત્રીઓને પણ પોતાના વિસ્તારમાં સતત નજર રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...