ગોઠવણીની લહાણી વિખાણી:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 પ્રોફેસરની ભરતી પ્રક્રિયા મામકાવાદના આક્ષેપો બાદ રદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 જગ્યાઓ પર કોની ભરતી કરવી તેના માટે ભાજપના સિન્ડિકેટ સભ્યોએ અલગ ગ્રૂપ બનાવી માનીતાઓની ભરતી કરવા ભલામણ કરી હતી. - Divya Bhaskar
યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 જગ્યાઓ પર કોની ભરતી કરવી તેના માટે ભાજપના સિન્ડિકેટ સભ્યોએ અલગ ગ્રૂપ બનાવી માનીતાઓની ભરતી કરવા ભલામણ કરી હતી.
  • જે 80 ઉમેદવારની ભલામણથી ભરતી કરવાની હતી તેના નામ દિવ્ય ભાસ્કર પાસે આવી જતાં અને આ અંગે કુલપતિને સવાલો કરાતા પીછેહઠ કરવી પડી
  • ભાજપની વિચારધારાવાળા સિન્ડિકેટ સભ્યોએ બનાવેલા વોટ્સએપ ગ્રૂપ ‘બીજેપી સિન્ડિકેટ’ માં થયેલી ભલામણોના સ્ક્રીનશોટ ફરતા થયા’તા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત 88 પ્રોફેસરની ભરતી પ્રક્રિયા મામકાવાદના આક્ષેપો બાદ રદ્દ કરવામાં આવી છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના જુદા જુદા 22 ભવનમાં કરાર આધારિત 88 અધ્યાપકની ભરતીમાં ખુદ સત્તામંડળના જ સભ્યો સિન્ડિકેટ મેમ્બરે પોતાના લાગતા વળગતાને ગોઠવી દેતા વિવાદ થયો હતો.

ભાજપના જ સિન્ડિકેટ સભ્યોની ભલામણથી 88માંથી 80 અધ્યાપકનું ગોઠવાઈ ગયું હતું જેના નામ યુનિવર્સિટીએ હજુ બંધ કવરમાં રાખ્યા હોવા છતાં ભાજપના જ સભ્યોએ બનાવેલા વોટ્સએપ ગ્રૂપ BJP syndicate 21-24માં કરેલી ભલામણના સ્ક્રીનશોટ ફરતા થયા હતા. કુલ 88માંથી 80 અધ્યાપક લાગવગના સહારે જ્યારે 8ને પોતાના ટેલેન્ટના આધારે રૂ.40 હજારના પગારવાળી નોકરી મળવાની હતી. સિન્ડિકેટ સભ્યોએ ગ્રૂપમાં પોતાના મળતિયાઓને ભરતી કરવાની ભલામણ કરી હતી.

ભાસ્કર પાસે તમામ નામ: સિન્ડિકેટ સભ્યોએ આટલા અધ્યાપકોની ભલામણથી ગોઠવણ કરી હતી
મેથેમેટિક્સ : સાંકેત બદિયાણી, અનિલ પરમાર, ભાવિન જોષી, મિતલ વ્યાસ
બાયોસાયન્સ : કિરણ ચુડાસમા, મિતલ કનેરિયા, જ્યોતિ જીગ્યાસી, શ્વેતા પાઠક, ભાવિક વાંકાણી, કલ્પનાબેન રાખોલિયા
કેમિસ્ટ્રી : ફાલ્ગુની કારિયા, દર્શના પંડ્યા, દેવાંગ મોકરિયા, રેણુ ભાસ્કર, મેહુલ ખીમાણી, મયંક મામતોરા
ફિઝિક્સ : દેવિત ધ્રુવ, કૃણાલસિંહ રાઠોડ, ચિંતન પંચાસરા
નેનો સાયન્સ : સદાફ જેઠવા, ચિરાગ સાવલિયા, હેતલ બોરીચા
સ્ટેટેસ્ટિક : ફેનલ કચ્છી, દિશા રાંક, ખ્યાતિ મહેતા
ઇલેક્ટ્રોનિક્સ : જતિન સાવલિયા, અંકિત સિધ્ધપરા
અંગ્રેજી : ટ્વિંકલ ચંદારાણા, મનીષ પડિયા
હિન્દી : યોગેશ દવે, જયેશ વ્યાસ, શિલ્પાબેન કામલિયા
જર્નલિઝમ : ડૉ. યશવંત હિરાણી, જિતેન્દ્ર રાદડિયા
સોશિયોલોજી : વિપુલ આડતિયા, રચના વાઘેલા
ઈતિહાસ : જિગ્નેશ સાંખટ
સંસ્કૃત : ચાંદનીબેન ઉપાધ્યાય
મનોવિજ્ઞાન : ડૉ. ધારા દોશી, ડૉ. ડિમ્પલ રામાણી, ડૉ. હસમુખ ચાવડા
ગુજરાતી : વૈભવીબેન ત્રિવેદી, નીતુ કનારા, પૂજાબેન તન્ના
હોમ સાયન્સ : ગીતા રાઠોડ, શીતલ સોઢા, અલ્પા ઓડેદરા
બિઝનેસ મેનેજમેન્ટ : હેતલ રાઠોડ, ધારા મેવાડા, પલક સખિયા
કોમર્સ : શિવાની પરમાર, ધનરાજ ગઢવી
ફાર્મસી : નાસીર વાડિયા, તૃપેશ પેથાણી, મેઘના પટેલ, મોનિકા સાંગાણી, ક્રિષ્ના કોરડિયા, મૌસમી પટેલ, જીનલ અઢિયા, નેન્સી ધામેચા, સ્તુતિ પંડ્યા, ઝેની ટીલવાણી, પ્રતાપ ખૂંટી, પ્રિયા પટેલ, દેવેન્દ્ર વૈષ્ણવ, હિરલ મનાણી, આરતી બગડા, જલ્પા સાણદિયા, રિદ્ધિ શુક્લા, રાજેશ્રી પટેલ, મૌસમી વાઘેલા, રિદ્ધિસિદ્ધિ પરાજિયા, રક્ષાબેન શીલુ
બાયોકેમિસ્ટ્રી : જલ્પા રાંક, કવન અંધારિયા, દિશા ચાંગેલા, કૃતિ ડાંગર
આંબેડકર ચેર : રામ સોલંકી, જીતેશ સાંખટ

શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા
યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતીમાં સિન્ડિકેટ સભ્યોના લાગતા વળગતાઓને ભરતી કરવાના વિવાદમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કુલપતિ ડૉ. નીતિન પેથાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને વિગત અને માહિતી જાણી હતી અને સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી, મેરિટના આધારે કરવા અને કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે.

હવે નવેસરથી આખી ભરતી પ્રક્રિયા કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જુદા જુદા ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની શૈક્ષણિક ભરતી માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ હતા. જે પ્રક્રિયા પારદર્શક અને નિયમ અનુસાર કરવામાં આવેલી હતી, પરંતુ કેટલાક પ્રશ્નો સામે આવતા આ પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવે છે. હવે પછીથી નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. - નિલેશ સોની, કુલસચિવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...