તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનેરો થનગનાટ:સૌ.યુનિ.ના કોવિડ કેર સેન્ટરમાં 20 દિવસમાં 100 દર્દી સાજા થયા, ખુશીમાં PPE કિટ પહેરી સ્ટાફ અને દર્દીઓ ગરબે ઘૂમ્યા

રાજકોટ15 દિવસ પહેલા
દર્દીઓ અને સ્ટાફે ગરબા લીધા.
  • દર્દીઓ રોગ ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવે છે

રાજકોટ કોરોના દર્દીઓ પોઝિટિવ રહે તે માટે કોવિડ કેર સેન્ટર દ્વારા અનોખા પ્રયોગો કરી ખુશ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા 20 દિવસમાં 100 દર્દી સાજા થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાજા થયેલા દર્દીઓ અને કોવિડ કેર સેન્ટરના સ્ટાફે PPE કિટ સાથે ગરબે ઝુમી દર્દીઓમાં જુસ્સો પુરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સાજા થયેલા દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સમરસ હોસ્ટેલમાં કાઉન્સેલિંગ ટીમની અનોખી સેવા
રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ દર્દીઓને ઓક્સિજન સાથે સારવાર તો આપવામાં આવી રહી છે. પરંતુ આ સાથે મોટી ઉંમરના દર્દીઓ રોગને ભૂલી અને ગીત-સંગીતમાં વ્યસ્ત રહે તે માટે કાઉન્સિલરની ટીમ અનોખી સેવા કરી રહી છે. જેમાં કાચી કેરી ને., અમે ગુજરાતી લ્હેરી લાલા સોંગ પર સ્ટાફ સાથે દર્દી ઝૂમી ઉઠ્યા હતા. અહીં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા વીડિયો હાલ સામે આવ્યા છે.

દર્દીઓમાં જુસ્સો પુરવા પ્રયાસ.
દર્દીઓમાં જુસ્સો પુરવા પ્રયાસ.

સમરસ હોસ્ટેલની સરાહનીય કામગીરી સામે આવી
રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. હાલ કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે જેમાં કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના હૃદયના ધબકારા વધી જાય છે. જોકે આ બધા વચ્ચે સમરસ હોસ્ટેલની સરાહનીય કામગીરી સામે આવી છે. રાજકોટ સમરસ હોસ્ટેલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીની તબીબો તો સારવાર આપી જ રહ્યા છે. પરંતુ સાથેસાથે દર્દીઓ માનસિક તણાવ ન અનુભવે તે માટે ખાસ કાઉન્સિલર ટીમ મૂકવામાં આવી છે. આ ટીમ દર્દીઓનું કાઉન્સિલિંગ કરે છે.

ગરબા પર દર્દીઓ અને સ્ટાફ ઝુમી ઉઠ્યો.
ગરબા પર દર્દીઓ અને સ્ટાફ ઝુમી ઉઠ્યો.

કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી જાય છે
જે રીતે વીડિયો સામે આવ્યા છે તેમાં કાઉન્સિલર ટીમ દ્વારા દર્દી સાથે ખૂબ પ્રેમાળ અને હૂંફાળી અને લાગણીસભર વાતચીત કરવામાં આવે છે. તેમજ તેમના પરિવારજનો સાથે પણ એક પોઝિટિવ ઊર્જાસભર વાતચીત વીડિયો કોલ માધ્યમથી કરાવી આપે છે. આ સમયે કાઉન્સિલર એક રૂમમાં વૃદ્ધ દર્દીઓ પાસે ભજન કીર્તન કરતા અને ગરબે ઘૂમતા વીડિયો સામે આવ્યા છે. જેમાં કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી અને ભજન અને કીર્તનમાં મગ્ન થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો