તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સિવિલમાં એક જ દી’માં રેકોર્ડબ્રેક 2000 સેમ્પલ આવ્યાં, ખાનગીમાં 48 કલાકનું વેઈટિંગ, એક લેબે ટેસ્ટ બંધ કર્યા

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
માત્ર 4 મહિનાના બાળકને કોરોનાની શંકા, રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો - Divya Bhaskar
માત્ર 4 મહિનાના બાળકને કોરોનાની શંકા, રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
 • સિવિલમાં બે મશીનો કાર્યરત છતાં પહોંચી ન વળતા પૂલ ટેસ્ટિંગ શરૂ કર્યું જેથી એક જ ટ્યૂબમાં 10ના ટેસ્ટ
 • RT-PCR ટેસ્ટ માટે લોકોનો ધસારો વધતા પરિણામ મોડા થયા, હોમ કલેક્શનમાં બે દિવસનું વેઈટિંગ અને તેના બે દિવસ બાદ રિપોર્ટ હાથમાં આવે

રાજકોટમાં કોરોનાના કેસ વધવાની સાથે લેબ ટેસ્ટમાં પણ ધરખમ વધારો થયો છે. આરટીપીસીઆર સૌથી વિશ્વાસપાત્ર ગણાય છે આ કારણે હાલ આરટીપીસીઆર માટે રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. માત્ર સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો લેબમાં 2000 સેમ્પલ આવ્યા છે જે કોરોના આવ્યા પછીની સૌથી મોટી સંખ્યા છે. સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. કાવઠિયા જણાવે છે કે અત્યાર સુધીમાં 1500 સુધીના એક જ દિવસમાં સેમ્પલ આવી ચૂક્યા છે જેના પરિણામ 24 કલાકમાં આપી દેવાતા પણ હવે 2000 સેમ્પલ છે તેથી પ્રયાસ એક જ દિવસમાં રિપોર્ટ આપવાનો છે.

સિવિલ ઉપરાંત શહેરની ખાનગી લેબમાં પણ ઉછાળો આવ્યો છે. જે લોકોને હોમ કલેક્શન કરાવવું છે તેના માટે બે બે દિવસના વેઇટિંગ ચાલી રહ્યા છે. પહેલા 24 જ કલાકમાં રિઝલ્ટ આવી જતા હવે સેમ્પલ વધતા 48 કલાક થઈ રહ્યા છે. જે અગ્રણી લેબ છે ત્યાં પહેલા 100 સેમ્પલ આવતા જે હવે વધીને 300થી 400 થયા છે. આ કારણે હોમ કલેક્શન તેમજ રિઝલ્ટ આવવા સહિત 4 દિવસ થાય છે. વધતા લોડથી સેમ્પલને સમયસર ટેસ્ટ કરવાની ક્ષમતા પૂરી થઈ હોવાનું કહી એક ખાનગી લેબે બે દિવસ સુધી સેમ્પલ લેવાનું જ બંધ કરી દીધું છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માત્ર 4 જ મહિનાના બાળકને દાખલ કરાયો હતો. તેને ન્યૂમોનિયા સહિતની તકલીફો હોવાથી કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવ્યા હતા. આ બાળક પોઝિટિવ હોવાની વાત વહેતી થઈ હતી જો કે બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું બાળકોની હોસ્પિટલના વડા ડો. બૂચે જણાવ્યુ હતું જેથી પરીવારજનોને હાશકારો થયો હતો અને સ્વજને બાળક પર હાથ ફેરવી રાહતનો શ્વાસ લીધો હતો.

જાણો કઈ રીતે કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ
- રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલ સૌથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે
- આ ટેસ્ટ માટે સેમ્પલ ત્રણ તબક્કામાંથી પસાર થઈને ચોથા તબક્કામાં મશીનમાં જાય છે.
- સેમ્પલ 3 મીલી જેટલું હોય છે પણ ટેસ્ટિંગ માટે માત્ર 200 માઈક્રોલિટર લેવાય છે બાકીનું સેમ્પલ રાખી દેવાય છે.
- એક મશીનમાં 96 સેમ્પલ એક સાથે મુકાય છે જે 6 કલાક સતત ચાલ્યા બાદ રિઝલ્ટ આપે છે
- સિવિલની લેબમાં આવા બે મશીન છે જે 24 કલાક ચાલે છે એટલે કે સિંગલ સેમ્પલિગ 24 કલાકમાં 750 કરતા વધુ સેમ્પલના રિઝલ્ટ આવી જાય છે.
- સેમ્પલની સંખ્યા વધારે હોય ત્યારે સર્વેલન્સમાં આવેલા સેમ્પલ પૂલ ટેસ્ટિંગમાં જાય છે.
- સર્વેલન્સ એટલે કે કોઇ વિસ્તારમાં તંત્રએ સાવચેતીના ભાગરૂપે સેમ્પલ લીધા હોય અને રોગની શંકા હોય અથવા તો પરીવારજનોએ એક સાથે સેમ્પલ દીધા હોય તકેદારીના ભાગરૂપે
- પૂલ ટેસ્ટ એટલે કે એક જ ટ્યૂબમાં 5 કે 10 સેમ્પલ ભેગા કરીને મુકાય છે આ રીતે 96 સેમ્પલમાં 6 કલાકમાં 960 સેમ્પલ ટેસ્ટ કરી શકાય.
- આ બધા સેમ્પલમાંથી જો કોઇ સેમ્પલ પોઝિટિવ આવે તો તેમાં જે કોઇના સેમ્પલ તેમાં ભેગા કર્યા હોય તેમની યાદીબનાવી તેમના ફરીથી અલગ અલગ ટેસ્ટ કરાય છે આ રીતે ચોક્કસ વ્યક્તિનેશોધાય છે.

સેમ્પલ વધારે આવી રહ્યા છે પહોંચી શકતા નથી
પહેલા જે સેમ્પલ આવતા તેના કરતા બે જ દિવસમાં ત્રણ ગણા થઈ ગયા છે. સમયસર પહોંચી શકતા નથી જેથી હવે 24 કલાકમાં પરિણામ આપવા શક્ય નથી. 48 કલાક જેટલો સમય લાગી જાય છે. આ ઉપરાંત કોરોનામાં ડી ડાઈમર સહિતના લોહીના રિપોર્ટ કરવાના હોય છે તેની સંખ્યા પણ વધી ગઈ છે. > ડો. મિલન ઘરસંડિયા, માઈક્રોબાયોલોજિસ્ટ, ખાનગી લેબ

રાજકોટમાં કોરોનાનો રેકોર્ડ​​​​​​​​​​​​​​
દર બે કલાકે એક દર્દીનું મોત, સિવિલમાં 350 દર્દી દાખલ, અડધા ઓક્સિજનના સહારે

રાજકોટમાં માત્ર એક જ સપ્તાહમાં કોરોનાએ બે વખત નવી ટોચ બનાવી છે. ધુળેટીએ 242 કેસ આવ્યા બાદ શુક્રવારે શહેરમાં જ નવા 262 અને ગ્રામ્ય વિસ્તારમાં 45 સહિત 307 કેસ આવ્યા છે. નવા કેસ વધતા શહેરની અમુક ખાનગી હોસ્પિટલ પેક થવા લાગી છે જ્યારે સિવિલમાં 590ની ક્ષમતા સામે 350 દર્દી દાખલ થઈ ચૂક્યા છે. આ સાથે રાજકોટમાં કુલ કેસનો આંક 27 હજારને પાર થયો છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસ 1398 થયા છે જો કે સાચો આંક તેના કરતા પણ વધુ છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી છે તે પૈકી સિવિલમાં 350માંથી 60 દર્દીઓ બાયપેપ પર છે જ્યારે 130 જેટલા ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. આ કારણે હવે સિવિલમાં બે આઈસીયુ શરૂ કરવા પડ્યા છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલમાં પણ હોસ્પિટલ ઊભી કર્યા બાદ તેનો બીજા માળ પર પણ દર્દીઓને દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ઈસ્ટઝોન વિસ્તારમાં રહેતો એક આખો પરિવાર પોઝીટિવ આવ્યો હતો જેમાં 13 મહિનાની બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત .યુનિવર્સિટીના 4 ફેકલ્ટી, 5 વિદ્યાર્થી અને PGVCLના 5 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો