તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણની કામગીરી:રાજકોટમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 13835ને રસી અપાઈ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સમજણની આ લાઈન જીત તરફ દોરી જશે, મનપા કચેરી - Divya Bhaskar
સમજણની આ લાઈન જીત તરફ દોરી જશે, મનપા કચેરી
 • 02 લાખથી વધુ ડોઝનો રસીનો જથ્થો રાજકોટમાં આવેલા સૌરાષ્ટ્ર ઝોનના રીજયોનલ વેક્સિન સ્ટોરમાં છે.
 • 1.52 લાખ લોકોને રાજકોટ શહેર-જિલ્લામાં અત્યાર સુધી વેક્સીન અપાઈ ચૂકી છે.

મનપાની વેસ્ટ ઝોન કચેરીએ વેક્સિનેશન માટે લોકો કતારમાં બેઠા છે, 45 વર્ષથી વધુના વયના તમામ લોકોને રસી આપવાનું શરૂ કરતા વેક્સિનેશન વધ્યું છે અને શુક્રવારે એક જ દિવસમાં 13,835 લોકોએ રસી લીધી હતી જે રાજકોટ શહેરમાં એક વિક્રમ છે. રસીકરણ વધુ ઝડપી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરે સંસ્થાઓની બેઠક બોલાવી હતી જેમાં 10થી વધુ સંસ્થાઓએ વેક્સિનેશન કેમ્પ કરવા માટેની તૈયારી બતાવી હતી

બેદરકારીની આ ભીડ કોરોનાને જીતાડશે, બસપોર્ટ
બેદરકારીની આ ભીડ કોરોનાને જીતાડશે, બસપોર્ટ

આ રીતે નિયમો તોડીશું તો કોરોના કોઈને છોડશે નહીં
રાજકોટના બસપોર્ટ પર જે રીતે દૃશ્ય જોવા મળ્યું તે હાલની સ્થિતિમાં આઘાતજનક છે અને ચિંતાનો વિષય પણ છે. માસ્ક નથી, એટલું જ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોના કેસમાં આવી રહેલો ઉછાળો આવી ભીડથી વધારે ખતરનાક સ્થિતિ ઊભી કરશે. કારણ કે, આ બસપોર્ટ પર કોણ ક્યાંથી આવન જાવન કરી રહ્યું છે તે ખબર નથી અને કોને કોરોના છે તે પણ તમે જાણતા નથી. ત્યારે સાવચેતી જ સલામતી.

20 હજાર મુસાફરો વિવિધ શહેર-ગામડાં આવન જાવન માટે રાજકોટ બસપોર્ટમાં આવે છે. 700 બસ રોજ બસપોર્ટ પરથી વિવિધ રૂટ પર દોડે છે. જેમાં લાંબા રૂટ અને ગ્રામ્ય વિસ્તારમાં જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો