તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમ માત્ર પ્રજા માટે:રાજકોટમાં 85 લાખની લૂંટના રિકન્સ્ટ્રક્શનમાં પોલીસ દ્વારા કોરોનાની માર્ગદર્શિકાનો છડેચોક ભંગ,લોકોના ટોળે-ટોળા એકઠા થયા

રાજકોટ3 મહિનો પહેલા
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ
  • સામાન્ય લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો મસમોટો દંડ ફટકારવામાં આવે છે

આજે રાજકોટમાં ચંપકનગર વિસ્તારમાં શિવ જવેલર્સમાં 85 લાખની લૂંટ થવાના મામલે પોલીસ દ્વારા ચારે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યાં કોરોનાની માર્ગદર્શિકાનો છડેચોક ભંગ થયો હતો. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ટોળે-ટોળા એકઠા થયા હતા. એક તરફ સંક્રમણ અટકાવવા માટે પ્રજાને નિયમ પાળવા માટે નિર્દેશ આપવામાં આવે છે ત્યારે ખુદ પોલીસ દ્વારા જ કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ કરવામાં આવ્યો હતો.

ખુદ પોલીસ જ ટોળું ભેગું કરી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરે છે
શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચંપકનગરમાં આવેલા શિવ જ્વેલર્સમાં ત્રાટકી રૂ.85.50 લાખના સોનાના દાગીનાની લૂંટમાં પોલીસે હરિયાણાથી ચાર રાજસ્થાનીને ઝડપી લઇ લૂંટનો 62.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. જે ઘટનાનું પોલીસે આરોપીઓ પાસે આજે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યાં ખુદ પોલીસ જ ટોળું ભેગું કરી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી રોગચાળા ફેલાવતા હોય તેવા ઘાટ ઘડાયા હતા.

ખુદ પોલીસ જ રોગચાળા ફેલાવતા હોય તેવા ઘાટ ઘડાયા હતા
ખુદ પોલીસ જ રોગચાળા ફેલાવતા હોય તેવા ઘાટ ઘડાયા હતા

સામાન્ય લોકો એકઠા થાય તો દંડ
સામાન્ય લોકો એકઠા થાય કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો પ્રસાશન તેને મસમોટો દંડ ફટકારે છે. બીજી તરફ આજે પોલીસના આ રિકન્સ્ટ્રક્શનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શું પ્રસાશન આની વિરૂદ્ધ કોઇ પગલા ભરશે કે નહીં તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. શું પોલીસને કોરોના નડતો નથી, શું તેમને કોઇ નિયમો લાગુ પડતા નથી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યાં છે.

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ

શું હતો બનાવ
શિવ જ્વેલર્સમાં ગત તા.26ના બપોરે શો-રૂમના માલિક મોહનભાઇ વિરમભાઇ ડોડિયા પોતાના શો-રૂમે હતા ત્યારે ત્રણ શખ્સ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યા હતા અને વેપારી પર હુમલો કરી પિસ્ટલ બતાવી બંધક બનાવ્યા હતા અને રૂ.85.50 લાખના સોનાના દાગીના લૂંટી નાસી છૂટ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હરિયાણાના પલવલમાંથી અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ બ્રહ્માસીંગ સિકરવાર, શુભમ સોવરનસીંગ કુંતલ, સુરેન્દ્ર હમીરસીંગ જાટ અને બિકેશ કુમ્હેરસીંગ પરમારને ઝડપી લઇ રોકડા રૂ.94 હજાર તથા સોનાના દાગીના સહિત કુલ રૂ.62,37,841નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.