વિચારણા:રાજકોટ જેલમાં 14 વર્ષથી સજા ભોગવતા 24 કેદીને છોડી મૂકવા ભલામણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા અને 14 વર્ષની સજા ભોગવી રહેલા કેદીઓને મુક્ત કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી, જેમાં સજા દરમિયાન કેદીનું જેલમાં વર્તન, પેરોલ પર છૂટ્યા બાદ નિયમિત જેલમાં પરત આવ્યો હતો કે કેમ, સહિતના પેરામીટર્સ ચેક કરવામાં આવ્યા હતા અને તે તમામમાંથી આજીવન કેદની સજા ભોગવતા અને 14 વર્ષની સજા ભોગવી ચૂકેલા 24 કેદીને મુક્ત કરવા જોઇએ તેવા તારણ પર સમિતિ પહોંચી હતી, તેમજ દિવાળીના તહેવારને ધ્યાને રાખી 60 વર્ષથી વધુ વયના 48 કેદીના 14 દિવસના સ્પેશિયલ પેરોલ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.

જેલવડા બન્નો જોષીએ જણાવ્યું હતું કે, જેલમાં ઉપરોક્ત સમિતિ સમયાંતરે મળતી હોય છે, સમિતિએ આ વખતે 14 વર્ષ સજા ભોગવી ચૂકેલા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ પર વિચારણા કરી હતી. આ ભલામણ હવે રાજ્યના જેલવડા સમક્ષ જશે અને ત્યાંથી ગૃહવિભાગમાં ભલામણ પહોંચશે અંતિમ નિર્ણય ગૃહવિભાગ દ્વારા કરવામાં આવશેે.

અન્ય સમાચારો પણ છે...