તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 'શૂન્ય' કેસ, શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવવાનારા નાગરિકોનો આંકડો 10.34 લાખને પાર

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનપા દ્વારા PMના જન્મદિવસે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાશે
  • 29 સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ અને 3 સાઇટ પર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે

રાજકોટ શહેર કોરોનામુક્ત બની રહ્યું છે. આજે એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 7 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 9003 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3150 સહિત કુલ 12153 નાગરિકોએ રસી લીધી હતી. આજ સુધીમાં રાજકોટ શહેરમાં વેક્સિનના કુલ 15,13,237 ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે. જેમાં 10,34,397 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 4,78,840 નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. બે દિવસ બાદ મનપા દ્વારા PMના જન્મદિવસે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 20 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે.

રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે શહેરમાં 29 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. તેમજ 2 સેસન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે. તેમજ જે નાગરિકોએ કોવિશીલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

કોવેક્સિન અપાતા ઘણા નાગરિકોને ધક્કા થયા
3 દિવસ પહેલા રવિવારે ફક્ત કોવેક્સિન અપાતા ઘણા નાગરિકોને ધક્કા થયા હતા. તેમજ રસી લેનારની સંખ્યા પણ પાંખી જોવા મળી રહી હતી. રવિવારે સવારથી બપોરે 1 વાગ્યા સુધી 451 નાગરિકોએ રસી લીધી ત્યારબાદ સાંજ સુધીમાં 777ને ડોઝ અપાયા હતા. જેના કારણે રસી લેવાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

29 સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ- ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) નાનામવા આરોગ્ય કેન્દ્ર
7) મવડી આરોગ્ય કેન્દ્ર
8) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.28, વિજય પ્લોટ
10) સિટી સિવિક સેન્ટર- અમીન માર્ગ
11) સદર આરોગ્ય કેન્દ્ર
12) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
14) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15) કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16) શાળા નં.20 બી, નારાયણનગર
17) જંક્શન આરોગ્ય કેન્દ્ર
18) માધાપર આરોગ્ય કેન્દ્ર
19) રેલ્વે હોસ્પિટલ
20) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
21) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
22) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
23) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
24) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
25) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
26) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
27) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
28) તાલુકા શાળા (BRC) ભવન
29) મોટા મવા ગ્રામ પંચાયત

2 સાઈટ પર કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

3 સાઈટ પર કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

અન્ય સમાચારો પણ છે...