તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી:દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્રભરના વાચકોએ ધ્વજાજીનું પૂજન કરી ઘરના મંદિરમાં રાખી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વાચકે કહ્યું, દ્વારકામાં ધ્વજા ચડાવવાનું સ્વપ્નું ભાસ્કરે પૂર્ણ કર્યું

દ્વારકામાં કાળિયા ઠાકરને ધ્વજા ચડાવવી તે દરકે હિન્દુનું સ્વપ્ન હોય છે, ત્યારે દિવ્ય ભાસ્કરે જન્માષ્ટમીના આગલા દિવસે ઘરબેઠા દ્વારકાધીશના ચરણોમાં ચડાવેલી ધ્વજાજી વાચકોના ઘરે પહોંચાડી હતી. તમામ ધાર્મિકવિધિ સાથે આ નવો જ પણ વિન્રમ પ્રયાસ કરવામં આવ્યો હતો. જેને સૌરાષ્ટ્રભરના વાચકોએ ઊમળકાભેર વધાવી લીધો હતો.

આઠમના એક દિવસ પહેલા રસરંગ પૂર્તિ સાથે ધ્વજાજી અપાયા હતા. આ ધ્વજાજીની પોતાના ઘરે મંદિરમાં પધરામણી કરાવી પૂજા-અર્ચન કર્યા હતા. ભાસ્કરના આ અનોખા પ્રયોગમાં પુજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડના યોગેશભાઈ પુજારાનો સહયોગ રહ્યો હતો.

એક વાચકે કહ્યું 10 અખબાર ખરીદી સંબંધીને પણ ધ્વજાજી આપી
દ્વારકામાં ધ્વજાજી ચડાવવાનું સ્વપ્ન હતું, તે અમે તો હજુ સુધી પૂરું કરી શક્યા નહોતા પરંતુ દિવ્ય ભાસ્કરે દ્વારકાધીશના ચરણે ધ્વજાજી ચડાવીને અમને ઘરે પહોંચાડી તે લાગણી શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે તેમ રવિરાજભાઇ ગઢિયા, ધર્મેન્દ્રભાઇ વાજા, નૈલેશભાઇ તન્ના અને બે મહિલા વાચકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...