તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌ.યુનિ.માં માનસિક સમસ્યાનો મારો:મારા પતિને કોઇ વ્યસન નહોતું, ક્યાંક વાંચ્યું કે તમાકુમાંથી વેક્સિન બનશે, તો હવે સીધી જ તમાકુ ખાવા માંડ્યા

રાજકોટ6 દિવસ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માનસિક સમસ્યાનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
  • મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો પર લોકો માનસિક સમસ્યાના સતત ફોન આવે છે

કોરોનાની બીજી લહેરમાં લોકો માનસિક સમસ્યાના શિકાર બની રહ્યાં છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોનવિજ્ઞાન ભવનમાં મનોચિકિત્સકોને લોકો ફોનથી મારો ચલાવી રહ્યાં હોય તેના પરથી સાબિત થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોને સતત ફોન આવી રહ્યાં છે. એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, મારા પતિને કોઈ વ્યસન જ નહોતું પણ ખબર નહિ ક્યાં વાંચી આવ્યા કે હવે તમાકુના અર્કમાંથી વેક્સિન કે દવા બનશે. ત્યારથી એણે તમાકુ ખાવાનું શરૂ કર્યુ છે. મેં પૂછ્યું તો કે અર્કમાંથી જ જો દવા કે રસી બનવાની હોય તો તમાકુ સીધું ખાઈએ તો શું તકલીફ? હવે આમને કેમ સમજાવવા?

લોકો કહી રહ્યાં છે કે જેટલી કહો એટલી ફી આપવા તૈયાર
લોકો કહી કહી રહ્યાં છે કે સાહેબ જેટલી કહો એટલી ફી આપવા તૈયાર છીએ પણ તમે ઘરે આવો, તેઓ મનથી ભાંગી ગયા છે તેમને હિંમત આપો નહિતર અમારું જીવતર બદતર થઇ જશે. બીજા એક ફોનમાં એવી વાત કરવામાં આવે છે કે, બે ભાઈ વચ્ચે એક જ સંતાન છે મારા ભાઈને કોરોના થયો છે, ભાભી એમ જ રટ્યા કરે છે કે જો એમને કાંઈ થશે તો હું આ બાળક સાથે આત્મહત્યા કરીશ. અન્ય એક ફોન આવે છે અને કહે છે કે, સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ. 14 વ્યક્તિનું ફેમિલી છે, 11 જણા પોઝિટિવ છે. કોઈ કોઈનું ધ્યાન રાખી શકીએ એમ નથી, રોજ રાત્રે સુઈએ ત્યારે બધાને એમ જ વિચારો આવે છે કે સવારે 14-14 હયાત હોઈશું કે કેમ? ખોફનાક ડરમાં સપડાયા છીએ પ્લીઝ... અમારો ડર દૂર કરોને...

મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોને લોકો આવી માનસિક સમસ્યા જણાવે છે
1. એક બહેનનો કોલ આવ્યો, સાહેબ મારા પપ્પાની તબીયત બહુ ખરાબ છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને ત્યાંના ડોક્ટરોએ પણ કહ્યું કે હવે તેમને જેટલી સારવારની જરૂર હતી તે બધી આપી છે. હવે તેમને સારવારની જરૂર નથી પણ તેમને મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે. પપ્પા હવે દવા લેતા નથી, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અઠવાડીયાથી સુતા નથી, છાતીમાં કફ છે, ઓક્સિજનનું લેવલ 86 આવે છે હવે અમારે શું કરવું એ સમજાતું નથી. તમે આવીને સમજાવો તો કદાચ દવા લેવાનુ શરૂ કરે અને જલ્દી સાજા થાય.
2. મારા પપ્પા અને કાકા પોઝિટિવ છે. પપ્પાને સમજાવું તો સમજી જાય છે. પણ કાકાની હાલત બહુ ખરાબ છે. હવે કહે છે કે એસી ચાલુ કરો પંખામાંથી કોરોનાના લક્ષણ આવે છે. કેમ કે પંખો ફરે તો બધે કોરોનાના લક્ષણ ફેલાવે. પંખો બંધ જ કરો. ડોક્ટરે એસી ચાલુ કરવાની ના પાડી. પંખો બંધ કરી દઈએ તો બીપીનો પ્રોબ્લેમ હોવાથી ગરમીથી પરસેવો વળવા લાગે છે. જ્યાં સુધી એસી ચાલુ ન કરીએ પંખો બંધ ન કરીએ ત્યાં સુધી જમે નહિ, દવા ન લે શું કરવું?
3. મારા આખા પરિવારને કોરોના પોઝિટિવ હતો. હવે બધાને સારું છે. કંઈ લક્ષણ પણ નથી. પણ મારી દીકરી સતત રડ્યા કરે છે. વારંવાર બસ એને એક જ વિચાર સતાવે છે કે એને હજુ કોઈ બીજી બીમારી થશે અને એ પોતે મરી જશે. કંઈ ખાતી પણ નથી. બસ એકીટશે બધું જોયા કરે ને રડ્યા કરે.
4. મેડમ હું ગર્ભવતી સ્ત્રી છું. અમે માંડ કરી અમારા ઘરનું ભરણ પોષણ કરીએ છીએ. માટે દવા પણ સિવિલમાંથી જ લેતી હતી. અત્યારે સિવિલમાં કોરોનાના દર્દી હોવાથી હું ત્યાં જઈ શકું એમ નથી. પ્રાઇવેટ હોસ્પિટલ જઈ શકીએ એટલા રૂપિયા નથી. ઉપર રજુઆત કરો ને કે એવી વ્યવસ્થા કરે કે જે વ્યક્તિ સિવિલમાં આવી રીતે દવા લે છે તેની બીજી જગ્યાએ વ્યવસ્થા કરી દે. જેથી અમારા જેવા લોકો અને મારી જેવી ગર્ભવતી સ્ત્રીઓ પણ બચી જાય, જેથી કોઈ ચિંતા ન રહે.
5. રોજ જે છાપામાં આવે છે કે હજુ પણ કોરોનાની ઘાતક લહેર આવશે એ વિચારી ખૂબ ભય લાગે છે. રોજ નવા નવા કોઈ કોરોનાના સમાચાર કે હજુ વધશે એ વિચારી તોય કાળજું કંપી ઉઠે છે.

મનોવિજ્ઞાનના 45 વિદ્યાર્થીઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
મનોવિજ્ઞાનના 45 વિદ્યાર્થીઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રભરના લોકો પોતાની માનસિક સમસ્યા જણાવે છે
કોરોનાની બીજી ઘાતક લહેરમાં લોકોની માનસિક સ્થિતિ કથળી છે, આથી સરકારના સહયોગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનમાં સાયકોલોજી વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાકાળમાં લોકો પોતાના પ્રશ્નો ખુલ્લા મનથી કહી શકે છે. સૌરાષ્ટ્રભરના લોકો આ વેલનેસ સેન્ટરમાં ફોન કરી પોતાની માનસિક સમસ્યા જણાવે છે. લોકોની માનસિક સમસ્યાનું મનોચિકિત્સકો દ્વારા સમાધાન પણ કરાવવામાં આવે છે.

ગત વર્ષે લોકડાઉનમાં 50 હજાર લોકોનું કાઉન્સેલિંગ કરાયું હતું
ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉનમાં લોકોની માનસિક સ્થિતિ પર વધુ અસર જોવા મળી હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોનવિજ્ઞાન ભવન દ્વારા જાણવા મળ્યું છે. લોડાઉનમાં સૌરાષ્ટ્રના 50 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને સાયકોલોજી વેલનેસ સેન્ટર શરૂ કર્યું છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે અમે સમાજનું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે તૈયાર છીએ. સમાજને વધુમાં વધુ માનસિક રીતે સ્વસ્થ બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો