• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Reached The Traffic Branch At The CP Office And Police Headquarters In Rajkot, Checked The Parked Vehicles And Recovered Rs. Recovered Pending E memo Of 29700

પેન્ડિંગ ઈ-મેમોની વસુલાત:રાજકોટની CP કચેરી અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રાફિક શાખા પહોંચી, પાર્ક કરેલા વાહનોમાં ચેકિંગ કરી રૂ. 29700નો પેન્ડિંગ ઇ-મેમો વસુલ કર્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બાકી રહેલો દંડ વસુલ કરવા ઝુંબેશ હાથ ધરી - Divya Bhaskar
પોલીસે બાકી રહેલો દંડ વસુલ કરવા ઝુંબેશ હાથ ધરી
  • વાહનમાં કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટઅને નંબર પ્લેટ ન હોય તેવા 29 વિરુદ્ધ કેસ કરી રૂ.13200 નો દંડ વસુલાયો
  • 10 વાહનોને ટોઇંગ કરી લેવાયા, ટ્રાફિક પોલીસ વધુ આકરી બની

રાજકોટમાં આજેજ ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમ ઓચીંતી પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પહોંચી હતી. અહિ પાર્ક કરાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના ફોરવ્હીલર, ટુવ્હીલર વાહનોના નંબરને આધારે તેના ઇ-મેમો પેન્ડીંગ છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ વાહનમાં કાળા કાચ હોય, નંબર પ્લેટ ન હોય, ફેન્સી નંબર પ્લેટ હોય તો તેના કેસ કરવામાં આવ્યા હતાં. આવા 29 કેસ કરી રૂ. 13200 નો દંડ વસુલાયો હતો અને રૂ. 29700 પેન્ડીંગ ઇ-મેમો પેટે રીકવર કરાયા હતાં.

ઇ-મેમો પેન્ડીંગ હોઇ અને તેના ચાલક હાજર ન હોય તેવા 10 વાહનોને ટોઇંગ કરી લેવાયા
ઇ-મેમો પેન્ડીંગ હોઇ અને તેના ચાલક હાજર ન હોય તેવા 10 વાહનોને ટોઇંગ કરી લેવાયા

10 વાહનોને ટોઇંગ કરી લેવાયા
આ સાથે અમુક મુલાકાતીઓ પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હોઇ તેના વાહનો પણ આ ચેકીંગમાં ઝપટે ચડી ગયા હતાં. જે વાહનના ઇ-મેમો પેન્ડીંગ હોઇ અને તેના ચાલક હાજર ન હોય તેવા 10 વાહનોને ટોઇંગ કરી લેવાયા હતાં. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો ખાતે પણ આ કામગીરી કરવામાં આવશે.

ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનારને ઈ- મોમો ફટકારવામાં આવે છે
ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનારને ઈ- મોમો ફટકારવામાં આવે છે

પેન્ડીંગ ઇ-મેમોની વસુલાત માટે પોલીસ વધુ આકરી બની
રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા અને શહેર પોલીસ દ્વારા હાલમાં જે વાહન ચાલકોના અગાઉના ઇ-મેમો ચડત હોઇ તેની વસુલાતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશને લીધે વાહનચાલકોમાં કચવાટની લાગણી પણ ફેલાયેલી છે. જો કે વાહન ચાલકોના ઇ-મેમોના કરોડોના દંડ ચડત થઇ ગયા હોઇ પેન્ડીંગ ઇ-મેમોની વસુલાત માટે પોલીસ વધુ આકરી બની છે. અલગ અલગ પોઇન્ટ પર અનેક વાહનને ચેકીંગ માટે અટકાવાય અને ચેક કરવામાં આવે ત્યારે આગલા ઇ-મેમો ચડત હોય તો તે ભરપાઇ કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. જે વાહન ચાલક દંડ ભરવા તૈયાર ન હોય તેના વાહન ડિટેઇન કરવામાં આવે છે.

જે વાહનમાં ઈ- મેમો બોલતો હોય અને દંડની રકમ ભરપાઈ ન કરી હોય તેવા લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલાયો
જે વાહનમાં ઈ- મેમો બોલતો હોય અને દંડની રકમ ભરપાઈ ન કરી હોય તેવા લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલાયો