રાજકોટ નવરાત્રિ LIVE:સોના વાટકડી રે....આઠમાં નોરતે કોઝી કોર્ટ યાર્ડમાં યુવતીઓના ભુવારાસ, ત્રિમૂર્તિ ગ્રુપની 51 મહિલાઓ માથા પર સગળતા ગરબા મૂકી ગરબે ઘૂમી

રાજકોટ12 દિવસ પહેલા
કોઝી કોર્ટ યાર્ડ સોસાયટીમાં યુવતીનો ભુવારાસ અને કોઝી કોર્ટ યાર્ડમાં મહિલાઓએ માથા પર ગરબા મૂકી ગરબે ઘૂમી.
  • અમૃત રેસિડેન્સીમાં યંગસ્ટરની ટીટોડા અને દોઢીયા પર રાસની રમઝટ
  • અલ્કાપુરી સોસાયટીમાં નવદુર્ગા ગરબી મંડળની દીકરીઓ ગરબે ઘૂમી

આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાનો આજે આઠમો દિવસ છે. નવલી નવરાત્રિના આઠમા નોરતે રાજકોટિયન્સ મન ભરીને ગરબે ઘૂમી રહ્યા છે. આજે દુર્ગાષ્ટમી પણ છે ત્યારે ત્રિમૂર્તિ ગ્રુપની 51 યુવતીઓએ માથા પર સળગતા ગરબા મૂકી રાસની રમઝટ બોલાવી હતી. બીજી તરફ કોઝી કોર્ટ યાર્ડ સોસાયટીમાં યુવતીઓએ બ્લેક ડ્રેસ કોડ સાથે ભુવારાસની રમઝટ બોલાવી છે.

કોઝી કોર્ટ યાર્ડ સોસાયટીમાં એક ડ્રેસ કોડમાં મહિલાઓએ માતાજીની આરતી ઉતારી.
કોઝી કોર્ટ યાર્ડ સોસાયટીમાં એક ડ્રેસ કોડમાં મહિલાઓએ માતાજીની આરતી ઉતારી.

કોઝી કોર્ટ યાર્ડમાં ગરબાની રમઝટ
રાજકોટના કાલાવડ રોડ પર સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી કોઝી કોર્ટ યાર્ડ સોસાયટીમાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે હોય છે. આ વર્ષે પણ કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોસાયટી સભ્યો પરિવારની જેમ એક સાથે મળી માતાજીના પાવન પર્વની ઉજવણી ભાવપૂર્વક કરી રહ્યા છે. નાના મોટા સૌ કોઈ લોકો સાથે મળી માતાજીની આરતી કરી અને ગરબે રમી નવરાત્રિના પર્વની ઉજવણી કરી રહ્યા છે.

કોઝી કોર્ટ યાર્ડ સોસાયટી, કાલાવડ રોડ
કોઝી કોર્ટ યાર્ડ સોસાયટી, કાલાવડ રોડ

માતાજીની આરાધના સમો મોગલ રાસ આકર્ષણનું કેન્દ્ર
એટલું જ નહી બહેનો રોજ સાડી, ઘરચોળુ, બાંધણી અને ચણિયા-ચોલી પહેરી એકસાથે માતાજીની આરતી કરી સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારાની ભાવના જળવાય રહે તે માટે પ્રાર્થના કરે છે. આ સોસાયટીની યુવતીઓ માતાજીની આરાધના સમો મોગલ રાસ રમે છે. જે આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે.

કોઝી કોર્ટ યાર્ડ સોસાયટી, કાલાવડ રોડ
કોઝી કોર્ટ યાર્ડ સોસાયટી, કાલાવડ રોડ

ત્રિમૂર્તિ ગ્રુપની યુવતીઓએ માથા પર સળગતા ગરબા મૂકી રાસ લીધા
શ્રીજી પેલેસ 3 એપાર્ટમેન્ટ, અક્ષર તિર્થ એપાર્ટમેન્ટ અને મારૂતિ વંદના એપાર્ટમેન્ટે સાથે મળીને ત્રિમૂર્તિ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ દ્વારા આ વર્ષે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આઠમના દિવસે આ ગ્રુપની યુવતીઓએ માથા પર સળગતા ગરબા મૂકી માતાજીની આરાધના કરી હતી.

અમૃત રેસિડેન્સી-3, રેલનગર
અમૃત રેસિડેન્સી-3, રેલનગર

અમૃત રેસિડેન્સી અને સિલ્વર ગોલ્ડ રેસિડેન્ટીમાં ગરબાની રમઝટ
રેલનગરમાં આવેલી અમૃત રેસિડેન્સી-3માં યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ નાની બાળાઓથી વૃદ્ધ મહિલાઓ સુધી સૌ કોઇ ગરબે ઘૂમી રહ્યા છે. અલ્કાપુરી સોસાયટીમાં નવદુર્ગા ગરબી મંડળની દીકરીઓએ માતાજીનું રૂપ ધારણ કરી ગરબે ઘૂમી રહી છે.

કોઝી કોર્ટ યાર્ડ સોસાયટી, કાલાવડ રોડ
કોઝી કોર્ટ યાર્ડ સોસાયટી, કાલાવડ રોડ

આજે ભુવનેશ્વરી મંદિર ખાતે નવદુર્ગા પૂજન
ગોંડલ ખાતે ભગવતીશ્રી ભુવનેશ્વરી માતાજીના મંદિર ખાતે નવરાત્રિ પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાય છે. અહીં નવરાત્રિના પર્વે દેશ-વિદેશમાંથી ભક્તજનો 8 દિવસ માતાજીની આરાધના કરવા આવે છે. મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ કુમારિકા નવદુર્ગા પૂજનનું આયોજન કરાયું છે. આઠમના દિવસે નવદુર્ગા કુમારિકા પૂજન કરવામાં આવ્યું હતું. નાની નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજા, અર્ચન કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે. આજે નવદુર્ગા કુમારિકાઓનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

ભુવનેશ્વરી માતાજી મંદિર, ગોંડલ.
ભુવનેશ્વરી માતાજી મંદિર, ગોંડલ.
સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી
સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી
અલ્કાપુરી સોસાયટીમાં નવદુર્ગા ગરબી મંડળની દીકરીઓએ માતાજીનું રૂપ ધારણ કરી ગરબે ઘૂમી .
અલ્કાપુરી સોસાયટીમાં નવદુર્ગા ગરબી મંડળની દીકરીઓએ માતાજીનું રૂપ ધારણ કરી ગરબે ઘૂમી .
અન્ય સમાચારો પણ છે...