તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના પગપેસારા બાદ રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં સેનિટાઇઝરની ડિમાન્ડમાં જબ્બરો ઉછાળો નોંધાયો છે. રાજકોટ શહેર-જિલ્લામાં વહીવટી તંત્રે તેનો આવશ્યક ચીજવસ્તુમાં સમાવેશ કરી તેનું ભાવ બાંધણું કર્યું છે ત્યારે બીજીબાજુ સેનિટાઇઝરની બોટલના ઉપયોગમાં આવતા રો-મટિરિયલ્સના ભાવમાં 50 થી 300 ટકા જેવો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે અને તે બાબતે તંત્રે કોઇ કાર્યવાહી કરવાના બદલે ચુપકીદી સેવી લેતા ઉદ્યોગકારોમાં નારાજગી પ્રવર્તી રહી છે.
પ્રીફોર્મનો ભાવ 100માંથી 150 કર્યો
સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સેનિટાઇઝરના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, સેનિટાઇઝરની બોટલના પ્રી-ફોર્મના ભાવમાં 50 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. પ્લાસ્ટિકના દાણામાંથી બનતા પ્રી-ફોર્મનો ભાવ 1 કિલોનો રૂ.100 હતો જે વધારીને સીધો રૂ.150થી વધુ કરી દેવાયો છે. સેનિટાઇઝર બોટલના 19 એમએમ નેકની રાજ્યમાં અછત સર્જાય છે. જેના કારણે તેના ઢાંકણા, ફ્લીપ ટોપ કેપ અને સ્પ્રે પણ મળતા નથી અને જો લેવા હોય તો 3 ગણા ભાવ ચૂકવવા પડે છે. ફ્લીપ ટોપ કેપનો ભાવ સેનિટાઇઝરની ડિમાન્ડ નીકળ્યા પહેલા માત્ર 80 પૈસા પર પીસ હતો જે વધીને રૂ.3.50 કરી દેવાયો છે જેથી બોટલની કોસ્ટ ખૂબ જ ઊંચી જાય છે. ભાવવધારાનું મુખ્ય કારણ ગુજરાતમાં માત્ર બે જ ઉત્પાદકો સેનિટાઇઝરની બોટલના રો-મટિરિયલ્સ પૂરા પાડે છે તેથી તેમની મોનોપોલી હોવાથી મનફાવે તેવા ભાવ પડાવી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.