તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિનની અનોખી ઉજવણી:રવિન્દ્ર જાડેજાની દીકરી કાલે 4 વર્ષની થશે, પત્ની રીવાબાએ ગરીબ પરિવારની 5 દીકરીને 10-10 હજાર રૂપિયાનું પોસ્ટ ઓફિસમાં સેવિંગ કરાવ્યું

રાજકોટ7 દિવસ પહેલા
લોકોને શુભ પ્રસંગે ગરીબ પરિવારને મદદ કરવા અપીલ કરી
  • 5 દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોસ્ટ ઓફિસમાં તેના નામે એકાઉન્ટ ખોલાવ્યું

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની દીકરી નિધ્યાબાના કાલે એટલે કે 8 જૂનના રોજ 4 વર્ષની થશે. જન્મદિવસની અનોખી ઉજવણી કરવા માટે રીવાબાએ પહેલ કરી છે. રીવાબાએ દીકરીના જન્મદિવસને લઇને જરૂરિયાતમંદ પાંચ પરિવારની પાંચ દીકરીના નામનું પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવ્યું હતું. બાદમાં આ ખાતામાં દરેક દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે 10-10 હજાર રૂપિયા સેવિંગના રૂપમાં આપી મદદ કરી છે.

રીવાબાએ લોકોને શુભ પ્રસંગે ગરીબ પરિવારને મદદ કરવા અપીલ કરી
રીવાબાએ લોકોને શુભ પ્રસંગે ગરીબ પરિવારને મદદ કરવા અપીલ કરી

રીવાબાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો
રીવાબાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા દીકરીબા આવતીકાલે 8 જૂનના રોજ 4 વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ ખુશીના પ્રસંગે હું જરૂરિયાતમંદ 5 પરિવારની 5 દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોસ્ટ ઓફિસમાં તેના નામે એકાઉન્ટ ખોલાવ્યું છે. દરેક દીકરીને તેના એકાઉન્ટમાં 10-10 હજારની નાનકડી રકમ જમા કરાવી છે.

દરેક દીકરીને તેના એકાઉન્ટમાં 10-10 હજારની નાનકડી રકમ જમા કરાવી
દરેક દીકરીને તેના એકાઉન્ટમાં 10-10 હજારની નાનકડી રકમ જમા કરાવી

રીવાબાએ લોકોને શુભ પ્રસંગે ગરીબ પરિવારને મદદ કરવા અપીલ કરી
રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, હું આપ સૌને પણ વિનંતી કરૂ છું કે, જ્યારે પણ આપણા ઘરમાં કોઇ શુભ પ્રસંગ આવે ત્યારે આપણે એ ખુશીને વધારી શકીએ કે એવો પરિવાર હોય જેની આર્થિક સ્થિતિ સુધારી શકીએ. આપણા તરફથી નાનકડી મદદ કરવી જોઇએ. આમ કરવાથી આપણી ખુશી પણ વધારી શકીએ છીએ. સાથોસાથ સમાજ સેવાનું એક નાનકડુ ઉદાહરણ આપણે આપી શકીએ છીએ.

દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોસ્ટ ઓફિસમાં તેના નામે એકાઉન્ટ ખોલાવ્યું
દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોસ્ટ ઓફિસમાં તેના નામે એકાઉન્ટ ખોલાવ્યું

લગ્નના 5 વર્ષ પુરા થતા રિવાબાએ સમાજના સમુહલગ્નમાં 34 કન્યાને સોનાના ખડગ આપ્યા હતા
આજથી 2 મહિના પહેલા પણ રિવાબાના લગ્નના 5 વર્ષ પુરા થયા હોવાથી તેમણે સમૂહ લગ્નમાં કન્યાઓને ભેટ રૂપી સોનાના ખડગ આપ્યા હતા. જેમાં શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વખતે તેમણે કુલ 34 કન્યાને 4 નંગ સોનાના ખડગ રિવાબા દ્વારા ભેટમાં આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રિવાબા સામાજિક સેવા કાર્યમાં જોડાય રહ્યાં છે. તેમાં પણ ખાસ નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહી કાર્ય કરી રહ્યાં છે.

એક કન્યાને સોનાના 4 ખડગ આપ્યા હતા
એક કન્યાને સોનાના 4 ખડગ આપ્યા હતા

થોડા મહિના પહેલા મહિલાઓને સિલાઇ મશીન આપ્યા હતા
થોડા મહિના પૂર્વે રિવાબા દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે જામનગર જિલ્લાના બાડા તથા ખીરી ગામ ખાતે બે-બે સીવણ-મશીનોનું મહિલાઓને અનુદાન પણ કર્યુ હતું. આ સિલાઈ મશીન દ્વારા સિવણ ક્લાસ કરી બહેનો હુન્નર શીખી આત્મનિર્ભર બને અને હાલના સમયમાં માસ્ક તેમજ સિલાઈને લગતા નાના મોટા કાર્યો ઘરે રહીને કરી શકે છે. આત્મનિર્ભરતાનો મંત્ર શિક્ષણ વગર સાર્થક ન થાય. આથી સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવી કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે પણ પ્રયાસ કર્યા હતા.

થોડા મહિના પહેલા સિલાઇ મશીન પણ વિતરણ કર્યા હતા
થોડા મહિના પહેલા સિલાઇ મશીન પણ વિતરણ કર્યા હતા
અન્ય સમાચારો પણ છે...