તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખીરસરા GIDCના મજૂરો માટે રાશનકાર્ડનો કેમ્પ યોજાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 93 અરજીઓનો એક જ દિવસમાં નિકાલ, વિધવા બહેનોની અરજીઓને પ્રાધાન્ય

સરકારની યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોના રાશનકાર્ડ બંધ થઇ ગયા હોઈ કે પછી નવું નામ ચડાવાનું હોય, નામ કમી કરવું, સરનામું બદલવું સહિતની કામગીરી નિયત સમયમાં થાય તે સરકાર તરફથી સૂચના મળેલી છે. આ તકે ખીરસરા ખાતે ગ્રામપંચાયત ખાતે જીઆઇડીસીના મજૂરો અને વિધવા બહેનો માટે પૂરતું અનાજ મળતું થાય માટે તમામ 93 અરજીઓનો નિકાલ ત્વરિત કરવામાં આવ્યો છે.

જેથી સરકાર તરફથી મળતું સસ્તું અનાજ આ તમામ લોકોને નિયમિત મળતું રહે. આ તકે લોધિકાના નાયબ મામલતદારે જણાવતા કહ્યું હતું કે, જીઆઇડીસીના મજૂરો કે ત્યાં કામ કરતા મહત્તમ કર્મચારીઓને એ વાતનો ખ્યાલ નથી હોતો કે કેવી રીતે સસ્તું અનાજ મેળવી શકાય, સાથે અરજી કેવી રીતે કરવી, શું દસ્તાવેજ આપવા સહિતના અનેક પ્રશ્ન સામે આવતા હોય છે, પરિણામે આ કેમ્પનું આયોજન એક જ સ્થળે કરવામાં આવ્યું હતું અને તેમાં ટીડીઓ, મામલતદાર અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા, અને આવેલી અરજીઓનો નિકાલ એ જ દિવસે કરવામાં આવ્યો હતો.

આ વિશેષ આયોજિત કેમ્પમાં તમામ પુરાવાઓની ખરાઈ એક જ સ્થળે કરવામાં આવી હતી. વધુમાં નાયબ મામલતદારે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, નામ ઉમેરા માટે 43, નામ કમી કરવા માટે 22, કાર્ડ સુધારા માટે 3 અરજીઓ મળેલી છે. જેની ઘેર-ઘેર જઈ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી તીવ્ર બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...