તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમનું સરવૈયું:રાજકોટમાં છ મહિનામાં ગુનાખોરીના આંકમાં 26 ટકા ઘટાડો, ચોરીના 50 ટકા ગુના હજુ પણ વણઉકાયેલા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ. - Divya Bhaskar
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.
  • ચાલુ વર્ષે 30 જૂન 2021 સુધીમાં 150 જેટલા ગુનાઓમાં ઘટાડો નોંધાયો

રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 6 માસમાં કરવામાં આવેલી કામગીરી દરમિયાન ગુનાખોરીના આંકમાં 26% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, સ્ત્રી સંબંધી ગુના અને બાળકો સંબંધી ગુનાનો સમાવેશ થાય છે. જોકે બીજી તરફ શહેર પોલીસમાં ચોપડે નોંધાયેલા ચોરીના ગુના પૈકી 50% જેટલા ગુના આજે પણ વણઉકાયેલા છે.

પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અલગ અલગ એપ્લિકેશનો, અટકાયતી પગલા, પેટ્રોલિંગ, મોટા બનાવોમાં તાત્કાલિક ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એપ્લિકેશના ઉપયોગથી હિસ્ટ્રીશીટરો, એમ.સી.આર., ટપોરી, બુટલેગર્સ વગેરે માહિતી દરેક રાજકોટ શહેર પોલીસના મોબાઇલમાં એપ્લિકેશનના સ્વરૂપમાં રહે છે. આ એપ્લિકેશન દ્વારા ગુનાખોરીને અંકુશમાં લાવવા અને આવા ગુનેગારોને કંટ્રોલમાં રાખવા પોલીસને ઘણી મદદ મળી છે. જેના કારણે રાજકોટ શહેર ખાતે ચાલુ વર્ષ 2021માં છેલ્લા 6 મહિનામાં ગુનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

(1) ચાલુ વર્ષે 30 જૂન 2021 સુધીમાં 150 જેટલા ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે. જેમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં ઘટાડો થયો છે.
(2) મિલકત વિરૂદ્ધના ગુનામાં ઘરફોડ ચોરીમાં 17 ગુનાનો ઘટાડો થયો છે. જ્યારે ચોરીમાં 35 ગુનાનો ઘટાડો નોંધાયો છે.
(3) રાજકોટ શહેરમાં લૂંટના 11 ગુના દાખલ થયા છે જે તમામ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

1 જાન્યુઆરીથી 30 જીન સુધી નોંધાયેલા ગુનાઓની વિગત
- ચોરીના 88 કેસ પૈકી 48 કેસનો ભેદ ઉકેલાયો
- ઘરફોડ ચોરીના 14 કેસ પૈકી 11 કેસનો ભેદ ઉકેલાયો
- ઇજાના 87 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરાય છે
- સ્ત્રી સબંધી 4 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલાયો
- બાળકો સબંધી 48 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલાયો

6 મહિનામાં નોંધાયેલા ગુના
6 મહિનામાં નોંધાયેલા ગુના

1 જાન્યુઆરીથી 30 જૂન સુધી નોંધાયેલા ગુના
-ચોરીના 123 કેસ પૈકી 65 કેસનો ભેદ ઉકેલાયો
- ઘરફોડ ચોરીના 31 કેસ પૈકી 20 કેસનો ભેદ ઉકેલાયો
- ઇજાના 124 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરાઇ
- સ્ત્રી સબંધી 11 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલાયો
- બાળકો સબંધી 68 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલાયો