તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્પનો કહેર:રાજકોટના રોયલ પાર્કમાં દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો, સર્પ મિત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરાયું

રાજકોટ15 દિવસ પહેલા
સૌપ્રથમ ગોંડલની આસપાસ જોવા મળ્યો હતો
  • આ સાપને ગુજરાતમાં ઈંડાખાઉ તરીકે ઓળખવામાં આવે છે

રાજકોટ શહેરના રોયલ પાર્ક વિસ્તારમાં પહેલી વાર સાપની કદી ન જોવા મળતી પ્રજાતીની હાજરી નોંધાઇ છે. રાજકોટના સર્પ મિત્ર કમલેશભાઈ ડોડીયા એ આ સાપનું રેસ્ક્યુ કર્યું જે સાપનુ નામ Indian Egg Eater. જેને ગુજરાતમાં ઈંડાખાઉ સાપ તરીકે ઓળખવામાં આવે છે.

સૌપ્રથમ ગોંડલની આસપાસ જોવા મળ્યો હતો
આ પ્રજાતિનો સાપ રાજકોટના ગોંડલ તાલુકા આસપાસ પ્રથમ વાર જોવા મળેલ હતો જે બાદ રાજકોટ શહેરી વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળ્યો છે. કમલેશભાઇ ડોડીયા એક સર્પ મીત્ર તરીકે છેલ્લા 30 વર્ષથી માનવ વિસ્તારમાં આવી ચળેલા ઝેરી બિનઝેરી સાપોને સાવધાની પૂર્વક રેસ્ક્યુ કરી નજીકના જંગલ કે વીળી વિસ્તારમાં છોડવા અંગેની સેવા કરે છે.

આ સાપનુ નામ Indian Egg Eater છે
આ સાપનુ નામ Indian Egg Eater છે

પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં છોડવામાં આવ્યો
આ સાપનું રેસ્કયુ કરીને ફોટોગ્રાફી કરી દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે જે રાજકોટ ની વન્યજીવન સૃષ્ટિની નોંધનીય ઘટના છે સાથે જ આ સાપને રેસ્કયુ કરી રાજકોટ નજીકના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને છોડવામાં આવ્યો છે.ઈંડાખાઉં સાપને એની દુર્લભતાના કારણે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ પરિશિષ્ટ 1 માં સંરક્ષણ આપવામાં આવ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તાર તથા દક્ષિણ ગુજરાતમાં આ સાપની હાજરી નોંધાઇ છે પણ રાજકોટ શહેરમાં સર્વ પ્રથમવાર રેસ્ક્યુ થયેલ છે.

રાજકોટના સર્પ મિત્ર કમલેશભાઈ ડોડીયા
રાજકોટના સર્પ મિત્ર કમલેશભાઈ ડોડીયા

રાજકોટમાં જોવા મળતા મુખ્ય ઝેરી સાપ
1) Cobra જેને ગુજરાતીમાં નાગ તરીકે ઓળખવામાં આવે છે,
2) Krait જેને ગુજરાતીમાં કાળોતરા થી ઓળખવામાં આવે છે,
3) Saw Scaled Viper જેને ગુજરાતીમાં ફુરસો તથા પૈડકુ તરીકે ઓળખવામાં આવે છે
4) Russell's Viper ગુજરાતીમાં ખડચીતડો તથ ચીતડ તરીકે ઓળખાતો રાજકોટ સીટી આસપાસના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં 3 થી 4 વાર રેસ્ક્યુ થયેલ છે.

સૌપ્રથમ ગોંડલની આસપાસ જોવા મળ્યો હતો
સૌપ્રથમ ગોંડલની આસપાસ જોવા મળ્યો હતો
અન્ય સમાચારો પણ છે...