તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનાં નવાં લક્ષણ:ઝડપથી પ્લેટલેટ ઘટવા, સતત પેટમાં દુખાવો, તાવ ન હોવો, એક દર્દીએ ખોરાક લેતાં પેટ જકડાઈ ગયું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો, બીજી લહેરમાં કોરોનાનું બદલાયેલું સ્વરૂપ સૌરાષ્ટ્રમાં પણ આવ્યાની શક્યતા
  • 40 ઉપરની વયના દર્દીઓ વધુ દાખલ
  • શહેર-જિલ્લામાં નવા 164 પોઝિટિવ, એક્ટિવ કેસ 695

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અલગ અલગ જગ્યાએ નવાં લક્ષણો સામે આવી રહ્યાં છે, જેમાં ખંજવાળ અને પેટનો દુખાવો સહિતનાં લક્ષણો સામેલ છે. રાજકોટમાં પણ હવે નવા પ્રકારનાં લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી. જે દાખલ થાય છે તેમાં મોટા ભાગે 40થી શરૂ કરી 60 વર્ષની વયના દર્દીઓ હોય છે, જ્યારે એક દર્દીએ ખોરાક લેતાં પેટ જકડાઈ ગયું હતું.

સિવિલના ડો. અનડકટના જણાવ્યા અનુસાર, જે પણ દર્દીઓ પોઝિટિવ આવે તો એક્સ-રે, બ્લડ સહિતના તમામ રિપોર્ટ થાય છે. જો દાખલ કરવા પડે તેમ હોય તો એ કાર્યવાહી થાય છે. હાલ કેસમાં વધારો આવ્યો છે એમાં હોસ્પિટલાઈઝ કરવા પડે તેવા દર્દીની સંખ્યા ખૂબ ઓછી છે.

પેટનો દુખાવો, ડાયેરિયા, તાવ ન આવવો જેવાં લક્ષણો
ડોક્ટર અનડકટ મુજબ, હાલ નવાં નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે, જેમ કે રાજકોટમાં જે દર્દીઓ આવે છે તેઓ પેટનો દુખાવો, ડાયેરિયા, તાવ આવ્યા વગર જ બ્રેથલેસનેસ એટલે કે શ્વાસ ચડી જવા વગેરે છે. રિપોર્ટમાં ત્રાકકણો એટલે કે પ્લેટલેટ ઘટી જતા હોવાનું દેખાયું છે, જોકે તેનાં બીજાં કારણો પણ સમાવિષ્ટ હોય શકે, પણ પહેલાં જે કેસ આવતા તેમાં પ્લેટલેટમાં ઘટાડો જોવા મળતો ન હતો.

અમુક લોકોને પગમાં ખંજવાળ આવે છે
બીજી તરફ, અમુક લોકોને પગમાં ખંજવાળ આવે તેવી ફરિયાદ મળી છે, જોકે એ ખૂબ જ જૂજ કેસ છે, તેથી એમાં સ્પષ્ટ કહી શકાય નહીં. જે લોકોને તાવ નથી પણ થોડી થોડી વારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે કારણ વગર ડાયેરિયા કે પેટમાં દુખે તો એક વખત સ્ક્રીનિંગ કરાવવું હિતાવહ છે.

તંત્રના જણાવ્યા મુજબ, રાજકોટમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે, જેમાં શહેરના 130, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 34 દર્દીનો સમાવેશ થાય છે. એક્ટિવ કેસ 695 થયા છે.

નબળાઈ જોવા મળી, 6 દિવસ સુધી ખોરાક ન લઈ શકાયો
સ્ટ્રેનનો ભોગ બનેલા કોરોનાના દર્દી જણાવે છે​​​​ કે તાવ, શરદી, ઉધરસ જેવાં કોઈપણ લક્ષણો જોવા ન મળ્યાં. એક દિવસ ખૂબ જ સખત નબળાઈ અનુભવાઈ. નબળાઈ વધુ હોવાથી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

પોઝિટિવ આવ્યાના બીજા દિવસે ખોરાક લીધો તો પેટ જકડાઈ ગયું
આ દર્દી આગળ કહે છે, આજદિન સુધી હજુ તાવ, માથું દુખવું કે ઉધરસના એકપણ લક્ષણ જોવા નથી મળ્યાં, પરંતુ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા દિવસે મેં ખોરાક લીધો તો પેટ જકડાઈ ગયું અને પેટનો દુખાવો અસહ્ય થયો. ત્યાર બાદ મેં માત્ર લિક્વિડ ફૂડનો જ આગ્રહ રાખ્યો. 6 દિવસ બાદ હું ખોરાક લઈ શક્યો. મારા અનુભવ પરથી હું એવું કહું છું કે, જો કોઇને નબળાઈ અનુભવાઈ તો તેને અવગણવાને બદલે તરત જ ટેસ્ટ કરાવવો જોઇએ. વુહાન પેટર્ન મુજબ તાવ, શરદી, ઉધરસ જોવા મળતાં હતાં. યુકે સ્ટ્રેનમાં આ બધાં લક્ષણો ગાયબ હતાં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો