રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આવેલી ગિરિરાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાંથી ધાણાજીરું અને હળદરના નમૂના લેવાયા હતા. જેને ટેસ્ટ કરતા તેમાંથી કલર તેમજ સ્ટાર્ચની હાજરી નીકળતા ફૂડ એનાલિસ્ટે તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા. આ મામલે અધિક કલેક્ટર સમક્ષ કેસ ચાલ્યો હતો અને રજૂઆતો બાદ બંને નમૂનાના 1.15 લાખ એટલે કે કુલ 2.30 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.
આ ઉપરાંત જૂના માર્કેટ યાર્ડમાં જય ખોડિયાર ટ્રેડર્સમાંથી સિંગતેલના નમૂના લેવાયા હતા અને તેમાં આયોડિનનું પ્રમાણ વધારે રહેતા મિસબ્રાન્ડેડ જાહેર કરાયું હતું તેમાં પેઢીને 65000નો દંડ ફટકારાયો છે. હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી ફરાળી વાનગીઓમાં ભેળસેળ થાય છે કે નહિ તે ચકાસવા માટે મનપાની ફૂડ શાખાએ અલગ અલગ 5 જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 15 સહિત 20 સ્થળે ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી જેમાં ફરસાણની દુકાનો, ડેરીઓનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.