તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રંગોળી અને દીવડા પ્રગટાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 થી વધુ વિદ્યાર્થી-શિક્ષકોનું આયોજન
  • 15 ઓગસ્ટના આઝાદીના દિવસને દિવાળીની જેમ ઉજવવા સ્કૂલ ઓફ એક્સેલન્સે નક્કી કર્યું

15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજકોટ સહિત રાજ્યભરમાં દેશભક્તિના કાર્યક્રમો યોજવાના છે પરંતુ શહેરના ખાનગી શાળાએ આઝાદીના આ પર્વની દિવાળીના તહેવારની જેમ ઉજવણી કરવાનું આયોજન કર્યું છે જેમાં સ્કૂલના 160 બાળકો, 40 શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી 15મી ઓગસ્ટે પોતાના ઘરઆંગણે રંગોળી કરશે, તોરણ બાંધશે અને દીવડા પણ પ્રગટાવશે. આમ 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દિવાળીની જેમ જ આઝાદીના પર્વની ઉજવણી કરશે. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમનું આયોજન પણ વર્ચ્યુઅલ કરાયું છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાઈને રાષ્ટ્રભાવના પ્રગટ કરશે.

મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે હાલની કોવિડ-19ની સ્થિતિમાં રવિવારના રોજ સવારે 10.15થી 11.15 દરમિયાન ઓનલાઈન માધ્યમ દ્વારા બાળકોને જન-ગણ-મન અને વંદેમાતરમનું મહત્વ સમજાવાશે અને પછી તમામ દ્વારા સમૂહ રાષ્ટ્રગાન કરાશે.

વિદ્યાર્થીઓમાં દેશદાઝ વધે અને દેશ માટે હંમેશા કંઈક કરવાનું અને આપવાની ઈચ્છા થાય તે પ્રમાણે આખી વ્યવસ્થા ગોઠવી છે. 15 ઓગસ્ટ આઝાદીનો દિવસ છે. આ દિવસે દેશ આઝાદ થયો હતો એ દેશ માટે ખૂબ સન્માન અને ગૌરવની વાત હતી અને કાયમ રહેશે.

આઝાદીના દિવસનું મહત્વ સર્વે દેશવાસીઓ માટે દિવાળીના તહેવાર જેટલું જ મહત્વપૂર્ણ છે. તેની ઉજવણી કરવા સ્કૂલ દ્વારા વિશેષ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન કરાયું છે જેમાં 15મી ઓગસ્ટને દિવસે આઝાદીના દિવસની ઉજવણી દિવાળી મહોત્સવની જેમ કરાશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત તમામ સ્ટાફ આ દિવસે પોતાના ઘરઆંગણે રંગોળી કરશે, તોરણ બાંધશે અને દીવડાઓ પણ પ્રગટાવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે વિદ્યાર્થી અને શિક્ષકો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...