તપાસ:રામનાથપરાના યુવાને પૂર્વ પત્ની, વકીલ અને પોલીસ સહિતનાની ધમકીથી કર્યો આપઘાત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આપઘાત પૂર્વે લખેલી પાંચ પેજની સ્યૂસાઇડ નોટના આધારે પોલીસે ફરિયાદ નોંધી
  • આપઘાત માટે મજબૂર કરનાર પૂર્વ પત્ની, તેની માતાની ધરપકડ બાદ જેલહવાલે કરાયા

શહેરના રામનાથપરા-15માં રહેતા ભૌતિક મહેશભાઇ ઉભડિયા નામના યુવાને ગત રાતે તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પૂર્વે મૃતક યુવાને લખેલી સ્યૂસાઇડ નોટમાં પૂર્વ પત્ની, તેના પરિવારજનો, વકીલ, પોલીસ સહિત 10 લોકોની ધમકીથી પગલું ભરી રહ્યાંનો ઉલ્લેખ કરતા પોલીસે મૃતકના પિતા મહેશભાઇ ભગવાનજીભાઇ ઉભડિયાની ફરિયાદ પરથી આપઘાત માટે મજબૂર કરનાર 10થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે.

મીઠાઇની દુકાન સાથે કેટરર્સનું કામ કરતા મહેશભાઇની ફરિયાદ મુજબ, તેમને સંતાનમાં પુત્રી, પુત્ર છે. તે પૈકી મોટો પુત્ર ભૌતિકે પાંચ મહિના પહેલા પ્રીતિ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં થતા બે મહિનામાં જ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. ભૌતિક ઘરે હોય ઘરમાં તે જોવા નહિ મળતા ઉપરના રૂમમાં તપાસ કરતા. પુત્રને રૂમમાં લટકતી હાલતમાં જોતા પત્નીને ફોન કરી તુરંત ઘરે બોલાવ્યા હતા.

ત્યાર બાદ પુત્રને નીચે ઉતારી 108ને બોલાવી હતી. જાણ થતા પીઆઇ સી.જી.જોષી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી પાંચ પેજની ભૌતિકે આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં પૂર્વ પત્ની પ્રીતિ, તેના મમ્મી-પપ્પા, કેવિન પીપરવા, રાહુલ ખુમાણ, પ્રશાંત લોખીલ, હાર્દિક ડાંગર, દેવાંગ હરિયાણી, એડવોકેટ દેવમુરારી અને એએસઆઇ આર.આર.સોલંકીની ધમકીથી પોતે પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપીઓ સામે આઇપીસી 306, 504, 114, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ બાદ પોલીસે આપઘાત માટે મજબૂર કરનાર મૃતકની પૂર્વ પત્ની પ્રીતિ મેરામભાઇ હુંબલ, તેની માતા મધુબેન, એડવોકેટ રાધેશ્યામ દેવમુરારી, કેવિન પીપરવા, રાહુલ ખુમાણ, પ્રશાંત લોખીલ, હાર્દિક ડાંગર, દેવાંગ હરિયાણીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને મહિલા જેલહવાલે થઇ છે. જ્યારે અન્ય આરોપીઓની પૂછપરછ કરવા તેમજ પોલીસમેન સહિત બેને પકડવા તપાસ હાથ ધરી છે.

ન્યાય માટે હું પગલું ભરી રહ્યો છું: સ્યૂસાઇડ નોટ
ભૌતિકે આપઘાત કરતા પૂર્વે લખેલી પાંચ પેજની સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં મને અને મારા પરિવારને અવારનવાર મારી નાખીશુંની ધમકી આપે છે. તેમજ પ્રીતિ અને તેના પિતા પોલીસમથકમાં પણ મને ગાળો ભાંડી ધમકી આપી હતી. હું આ પગલું ભરવા મજબૂર થયો છું, આ બધાને સજા આપો એવી મારી માંગ છે.