• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Ramnath Mahadev's Temple To Be Built Between Rivers At A Cost Of Rs 5 Crore, To Be Developed As An Important Pilgrimage Site After Somnath, Dwarka

રાજકોટનું શિવાલય બનશે ભવ્યાતિભવ્ય:5 કરોડના ખર્ચે નદીની વચ્ચે બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરને વિકસાવાશે, સોમનાથ-દ્વારકા બાદ મહત્ત્વનું યાત્રાધામ

રાજકોટએક મહિનો પહેલા
  • રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પુન:નિર્માણ અને વિકાસ કરવામાં આવશે
  • આજી નદીમાં પૂર આવે ત્યારે રામનાથ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે

શહેરના લાખો લોકોની આસ્થા અને ભક્તિનું પ્રતીક 550 વર્ષથી વધુ પુરાણા રામનાથ મહાદેવ મંદિરનું રૂ.5 કરોડના ખર્ચે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પુન:નિર્માણ અને વિકાસ કરવામાં આવશે. જે સોમનાથ અને દ્વારકા બાદ સૌથી મહત્ત્વનું યાત્રાધામ તરીકે આ જગ્યાને વિકસાવવામાં આવશે. એનું ભૂમિપૂજન ગત દિવાળીએ કરવામાં આવ્યું હતું અને હાલ એની નિર્માણ પ્રક્રિયા ચાલુ છે.

ચોમાસે કુદરત દ્વારા પણ જળાભિષેક થાય છે
આજથી લગભગ 550 વર્ષ પહેલાં સ્વયંભૂ મહાદેવ અહીં પ્રગટ થયા, જે ‘રામનાથ’ મહાદેવના નામથી સુવિખ્યાત થયા. રાજકોટ વસ્યા પહેલાંનો આ ઘાટ મંદિર હોવાથી એ ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીનાં બંને બાજુએ સુંદર પ્રાકૃતિ વાતાવરણ વચ્ચે બિરાજેલા દેવોના દેવ મહાદેવ મંદિરે કરોડો ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. જ્યારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભક્તો દ્વારા જળાભિષેક સાથે ચોમાસે કુદરત દ્વારા પણ જળાભિષેક થાય છે.

હાલ મંદિરની નિર્માણ પ્રક્રિયા ચાલુ છે.
હાલ મંદિરની નિર્માણ પ્રક્રિયા ચાલુ છે.

સાતમ-આઠમનો મેળો ભરાય છે
શહેરનો સૌથી પ્રાચીન વિસ્તાર જૂનું રાજકોટનું રામનાથપરા ‘છોટેકાશી’ તરીકે જાણીતું થયું છે. અહીં લોકો બાધા રાખીને આવે છે. જોકે ચોમાસામાં મંદિર પાણીમાં ગરકાવ થવાથી રામનાથનું ઉપમંદિર છે ત્યાં પૂજન કરે છે. વર્ષોથી અહીં સાતમ-આઠમનો મેળો ભરાય છે. વર્ષો પહેલાં જૂના રાજકોટ માટે આ મેળાનું મહત્ત્વ હતું, જે આજે પણ બરકરાર છે.

આ પ્રકારનો પ્રવેશ દ્વાર બનશે.
આ પ્રકારનો પ્રવેશ દ્વાર બનશે.

પૌરાણિક છતાં મજબૂત અને આકર્ષક ડિઝાઈન
મંદિરની જમીન 1919.55 ચોરસમીટરમાં છે. રામનાથ મહાદેવ મંદિરની શિવલિંગ પવિત્રતા જાળવવા, સ્વયંભૂ શિવલિંગને સ્પર્શ કર્યા વિના બાકીનાં કામોનો વિકાસ તથા કુંડ કન્સેપ્ટથી નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. નદીના પાણી, પૂર, વગેરે સ્થાનિક સ્થિતિનો ખ્યાલ રાખી પૌરાણિક છતાં મજબૂત અને આકર્ષક ડિઝાઈન કરી છે. શિખરની ડિઝાઈન અને મંદિરની ડિઝાઇન વાસ્તુ, શિલ્પ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને મંદિરનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે.

મીરા સંઘવીએ મહેનતાણું લીધા વિના મંદિરની ડિઝાઈન બનાવી આપી.
મીરા સંઘવીએ મહેનતાણું લીધા વિના મંદિરની ડિઝાઈન બનાવી આપી.

આવનારા દોઢ વર્ષમાં મંદિરનું કાર્ય થઇ જશે
આવનારા દોઢ વર્ષમાં ભવ્ય અને દિવ્ય રામનાથ મહાદેવ મંદિર તૈયાર થઇ જાય એ પ્રકારનું આયોજન કરાયું છે. આર્કિટેક્ટ અશ્વિનભાઈ સંઘવી, અંકુર સંઘવી, અને મીરા સંઘવીએ આ ઈશ્વરીય કામ માટે મહેનતાણું લીધા વિના મંદિરની ડિઝાઈન બનાવી આપી છે.

નદીની બંને બાજુથી એન્ટ્રી થઇ શકે એવી વ્યવસ્થા કરાશે.
નદીની બંને બાજુથી એન્ટ્રી થઇ શકે એવી વ્યવસ્થા કરાશે.

મંદિરને ક્યારેય તાળાં લાગતાં જ નથી
રામનાથ મહાદેવ મંદિર શિખર બંધ નથી, ખુલ્લું છે. ચારે તરફથી ખુલ્લા મંદિરને ક્યારેય તાળાં લાગતાં જ નથી, કારણ કે દરવાજા જ નથી, આ મંદિર વિશ્વનું કદાચ પ્રથમ મંદિર હશે, જેને કયારેય તાળાં લાગતાં જ નથી અને 24 કલાક 'મહાદેવ'ના દર્શન માટે ભક્તજનો આવી શકે છે.

નદીના પટમાં હોય એવું પ્રથમ મંદિર નિર્માણ પામશે.
નદીના પટમાં હોય એવું પ્રથમ મંદિર નિર્માણ પામશે.

16 પેઢીથી કરે છે પૂજન-અર્ચન
આજથી 550 વર્ષ પહેલાં સ્વયંભૂ મહાદેવ પ્રારંભે 100 વર્ષ અપૂજ રહ્યા બાદ કચ્છ નારણસર કોટેશ્વરથી અહીં સ્થાયી થયેલા ગૌસ્વામી પરિવારે પૂજા શરૂ કરી, જે આજ સુધી વંશ પરંપરાગત ચાલી આવી છે. છેલ્લા 16 પેઢીથી આ મહાદેવની પૂજા આ પરિવાર સંભાળે છે.

1 હજાર ભાવિકો કથાનું શ્રવણ કરી શકે એવી વ્યવસ્થા.
1 હજાર ભાવિકો કથાનું શ્રવણ કરી શકે એવી વ્યવસ્થા.

આજુબાજુનાં મંદિરો
રામનાથ મહાદેવ આજુબાજુ વિવિધ મંદિરો છે. જેમાં બહુચરાજી મંદિર, નાગનાથ, સુખનાથ, ગોપનાથ જાગનાથ, પંચનાથ, બાલા હનુમાન, ગાયત્રી મંદિર, વાઘેશ્વરી શીતળા માતા મંદિર જેવાં 100થી વધુ મંદિરો, પણ 125 વર્ષથી જૂના પૌરાણિક છે.

નવનિર્માણ થનારા મંદિરની વિશેષતા

  • ભાવિકો માટે 24 કલાક દર્શન માટે દ્વાર ખુલ્લાં રહેશે.
  • પાર્કિંગ, પ્રસાદ રૂમ, જૂતા ઘર, લેન્ડ સ્કેપિંગની વ્યવસ્થા.
  • નદીની બંને બાજુથી એન્ટ્રી થઇ શકે એવી વ્યવસ્થા કરશે.
  • આજી ડેમ છલકાય તોપણ મંદિરને-ભાવિકોને અસર નહીં થાય.
  • લોકમેળો યોજી શકાય એટલી જગ્યા ઉપલબ્ધ કરાવશે.
  • 1 હજાર ભાવિકો કથાનું શ્રવણ કરી શકે એવી વ્યવસ્થા.
  • સીતા અને રામકુંડ બનાવાશે.
  • દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ મુકાશે
  • નદીના પટમાં હોય એવું પ્રથમ મંદિર નિર્માણ પામશે.
  • ગાર્ડન, બેઠક વ્યવસ્થા અને શૌચાલય બનાવાશે.