• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Ramnath Mahadev Temple Can Be Worshiped For 24 Hours, For The First Time In The Month Of Shravan, Bouncers Will Be Placed To Control The Crowd.

આજથી શ્રાવણનો પ્રારંભ:રામનાથ મહાદેવ મંદિરે 24 કલાક પૂજા-અભિષેક કરી શકાશે, પહેલીવાર શ્રાવણ માસમાં ભીડ કંટ્રોલ કરવા બાઉન્સર મુકાશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી 30 દિવસ મહાદેવનો નાદ ગૂંજશે, મંદિરોને શણગારાયા
  • ​​​​​પંચનાથ મહાદેવને ગંગા-અવતરણ, વિષ્ણુસહસ્ત્રનામ સહિતના શણગાર, આરતી, સુશોભન કરાશે

આજથી શ્રાવણ માસ શરૂ થશે. પવિત્ર શ્રાવણ માસને લઈને દરેક શિવમંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. આજથી એક મહિના સુધી રાજકોટ શહેરના તમામ શિવમંદિરોમાં બમ-બમ ભોલે, હર હર મહાદેવનો નાદ ગૂંજશે. પૂજા- અર્ચન અને દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઇન લાગશે. કોરોનાના બે વર્ષ બાદ શિવભક્તો મહાદેવ મંદિરે ભગવાન શિવના રૂબરૂ દર્શન કરી શકશે. રામનાથ મંદિરે આખી રાત દુગ્ધ- જળાભિષેક કરી શકાશે. તેમજ વ્યવસ્થા માટે રામનાથ મંદિરે દર્શન માટે બાઉન્સર મુકવામાં આવશે. જે ભક્તોને નીજ મંદિર સુધી પહોંચાડશે. પંચનાથ મંદિરે દરેક સોમવારે ગંગા અવતરણ, વિષ્ણુયાગ સહિતના શણગાર કરવામાં આવશે.

વધુમાં રામનાથ મહાદેવ મંદિરના મુખ્ય સેવક અમિતભાઈ રાઠોડ જણાવે છે કે, દર સોમવારે મંદિરે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. તેમજ મંદિરની બહાર રહેલા ભક્તો સરળતાથી દર્શન કરી શકાશે તે માટે એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામાં આવશે. પ્રથમ સોમવારે રક્તદાન કેમ્પ યોજાશે. જ્યારે ચોથા સોમવારે રામનાથ દાદાની વરણાગી નીકળશે. જ્યારે રોજે રોજ અલગ અલગ પૂજા અને શણગાર થશે. સાંજે ફૂલ અને રંગથી રંગોળી કરીને સુશોભન કરવામાં આવશે.

પંચનાથ મહાદેવ ટ્રસ્ટના ઉપપ્રમુખ વસંતભાઈ જસાણીએ જણાવ્યું હતું કે, દર સોમવારે ભગવાન શિવને અલગ અલગ શણગાર કરાશે. જેમાં પ્રથમ સોમવારે શિવ પરિવાર, બીજા સોમવારે માર્કંડ ઋષિના દર્શન, ત્રીજા સોમવારે ગંગા અવતરણ અને ચોથા સોમવારે વિષ્ણુસહસ્ત્રનામ દર્શન- શણગાર કરાશે. જ્યારે બપોરે 11.45 કલાકે રાજભોગ આરતી થશે. આખો શ્રાવણ માસ બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમાસના દિવસે પંચનાથદાદાની નગરયાત્રા યોજાશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.

નીજ મંદિરની બહાર ગાગર-તપેલી જેવું એક વાસણ રાખવામાં આવશે. જેમાં ભક્તોએ દૂધ પધરાવ્યા બાદ પૂજારીઓ અભિષેક કરી શકશે. આ સિવાય ધારેશ્વર, મહાકાલેશ્વર, જાગનાથ મંદિરે પણ શણગાર-પૂજનના વિશેષ આયોજન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...